હંદવાડના શહીદોને PM મોદીએ કર્યું નમન, તેમની બહાદુરી ક્યારે પણ દેશ નહી ભુલી શકે

જમ્મુ કાશ્મીરના હંદવાડામાં થયેલા એન્કાઉન્ટરમાં શહીદ સૈનિકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલી અર્પિત કરી છે. તેમણે કહ્યું કે, જવાનોની બહાદુરી અને બલિદાનને રાષ્ટ્ર ક્યારે પણ ભુલી નહી શકે.  વડાપ્રધાન મોદીએ પોતાના ખાનગી એકાઉન્ટથી એક ટ્વીટમાં કહ્યું કે, હંદવાડમાં મરાયેલા સૈનિકો અને સુરક્ષાદળોને નમન. તેમની વીરતા અને બલિદાનને ક્યારે પણ ભુલાવી શકાય નહી. તેમણે નાગરિકોના સંરક્ષણ માટે સંપુર્ણ સમર્પિત થઇને રાષ્ટ્રની થાક્યા વગર સેવા કરી. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદનાઓ. 

હંદવાડના શહીદોને PM મોદીએ કર્યું નમન, તેમની બહાદુરી ક્યારે પણ દેશ નહી ભુલી શકે

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના હંદવાડામાં થયેલા એન્કાઉન્ટરમાં શહીદ સૈનિકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલી અર્પિત કરી છે. તેમણે કહ્યું કે, જવાનોની બહાદુરી અને બલિદાનને રાષ્ટ્ર ક્યારે પણ ભુલી નહી શકે.  વડાપ્રધાન મોદીએ પોતાના ખાનગી એકાઉન્ટથી એક ટ્વીટમાં કહ્યું કે, હંદવાડમાં મરાયેલા સૈનિકો અને સુરક્ષાદળોને નમન. તેમની વીરતા અને બલિદાનને ક્યારે પણ ભુલાવી શકાય નહી. તેમણે નાગરિકોના સંરક્ષણ માટે સંપુર્ણ સમર્પિત થઇને રાષ્ટ્રની થાક્યા વગર સેવા કરી. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદનાઓ. 

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે જવાનોની શહાદત અંગે શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, જવાનોએ આતંકવાદીઓની વિરુદ્ધ લડાઇમાં સાહની મિસાલ રજુ કરી અને તેમની બહાદુરી અને સંઘર્ષને હંમેશા માટે યાદ કરવામાં આવશે. પોતાનાં ટ્વીટમાં સિંહે કહ્યું કે,  હંદવાડમાં અમારા જવાનો અને સુરક્ષા કર્મચારીઓને ક્ષતિ ખુબ જ પરેશાન કરનારી અને દર્દભરેલી છે. તેમણે આતંકવાદીઓની વિરુદ્ધ અદમ્ય સાહન દેખાડ્યું અને દેશ સેવામાં મોટુ બલિદાન આપ્યું. અમે તેની બહાદુરી અને સંઘર્ષને ક્યારે પણ ભુલી નહી શકે. તેમણે શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પિત કરતા તેમનાં પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

modi

CDS એ શહીદોને સેલ્યુંટ કરી
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયેલા જવાનોને સેલ્યુટ કરી છે. જનરલ રાવતે કહ્યું કે, હંદવાડમાં થયેલા ઓપરેશન સુરક્ષાદળોનાં લોકોનાં જીવન બચાવવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જનરલ રાવતે આર્મ્ડ ફોર્સિઝની બહાદુરી પર ગર્વ કરે છે. તેમણે સફળતાપુર્વક આતંકવાદીઓનો સફાયો કર્યો અમે તે વીર જવાનોને સલામ કરીએ છીએ. તેમના પરિવાર પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. 

rajnath

ગોળીઓ વરસી રહી હતી છતા મોર્ચો સંભાળી રાખ્યો
કર્નલ શર્માની સમગ્ર ટીમ તે ઘરમાં ઘુસી ગઇ જ્યાં આતંકવાદીઓ છુપાયેલા હતા. એક એક કરીને બંધક બનાવાયેલા તમામ નાગરિકોને સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યા. આ ઓપરેશન દરમિયાન જવાનોને અનેક ગોળીઓ આવી. જખ્મી જવાનો શહીદ થતા પહેલા આતંકવાદીઓનો સફાયો કર્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news