હંદવાડામાં સેનાને મોટી સફળતા, લશ્કરના ટોપ કમાન્ડર 'હૈદર'નો અંત


આ ઓપરેશનમાં બે મોટા ઓફિસર સહિત પાંચ જવાન પણ શહીદ થઈ ગયા છે. શહીદોમાં એક કર્નલ, એક મેજર, બે સેનાના જવાન અને એક જમ્મૂ-કાશ્મીર પોલીસના સબ-ઇન્સપેક્ટર સામેલ છે. 

હંદવાડામાં સેનાને મોટી સફળતા, લશ્કરના ટોપ કમાન્ડર 'હૈદર'નો અંત

શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા મળી છે. કાશ્મીરના હંદવાડાના રાજવાર વિસ્તારમાં તેના અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે વિદેશી આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ એનકાઉન્ટરમાં લશ્કર કમાન્ડર હૈદર પણ માર્યો ગયો છે. 

પરંતુ આ ઓપરેશનમાં બે મોટા ઓફિસર સહિત પાંચ જવાન પણ શહીદ થઈ ગયા છે. શહીદોમાં એક કર્નલ, એક મેજર, બે સેનાના જવાન અને એક જમ્મૂ-કાશ્મીર પોલીસના સબ-ઇન્સપેક્ટર સામેલ છે. 

જમ્મૂ-કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે જણાવ્યું કે, હંદવાડા એન્કાઉન્ટરમાં લશ્કર કમાન્ડર હૈદરને ઠાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, સુરક્ષા દળોના પાંચ જવાનોને નિશાન બનાવનાર હૈદરને મારી નાખવામાં આવ્યો છે. માર્યા ગયેલા બે આતંકીઓમાંથી હજુ એકની ઓળખ થઈ શકી નથી. 

મહત્વનું છે કે જમ્મૂ-કાશ્મીરના હંદવાડાના રાજવાર વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે વિદેશી આતંકીઓ માર્યા ગયા છે. પરંતુ આ ઓપરેશનમાં પાંચ જવાન શહીદ પણ થયા છે. 

હકીકતમાં આ વિસ્તાર ગાઢ જંગલો વાળો છે તેથી ગમે ત્યારે અહીં ઘુષણખોરીની ઘટના બનતી રહે છે. શુક્રવારે સેના જાણકારી મળી હતી કે અહીં એક ઘરમાં કેટલાક આતંકીઓ છુપાયા છે, ત્યારબાદ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. 

ત્યારબાદ રાજવાર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, આ દરમિયાન સુરક્ષાકર્મી અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આ ઓપરેશનમાં 21-રાષ્ટ્રીય રાઇફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્મા પણ હતા, જેની સાથે શનિવારે સાંજે સંપર્ક તૂટી ગયો હતો. 

રવિવારે સવારે અથડામણ વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું, જ્યાં સાત મૃતદેહ મળ્યા હતા. તેમાંથી બે આતંકી જ્યારે પાંચ સેનાના જવાન હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news