રાજસ્થાનના મંત્રીની ચેતવણી, મારા રાજ્યમાં જો બાબા રામદેવ દવા વેચશે તો જેલભેગા કરીશ
રાજસ્થાનનાં આરોગ્ય પ્રધાન રઘુ શર્માએ બુધવારે બાબા રામદેવ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, મહામારી સામે લડવાનું કામ અમે ભારત સરકાર સાથે મળીને કરી રહ્યા છીએ. સમગ્ર દેશ આ મહામારી સામે લડી રહ્યો છે. એવામાં આ પ્રકારનાં પ્રયોગ ગુનાની શ્રેણીમાં આવે છે. આ લોકોને ગુનાની શ્રેણીમાં લાવીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ.
જયપુર : રાજસ્થાનનાં આરોગ્ય પ્રધાન રઘુ શર્માએ બુધવારે બાબા રામદેવ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, મહામારી સામે લડવાનું કામ અમે ભારત સરકાર સાથે મળીને કરી રહ્યા છીએ. સમગ્ર દેશ આ મહામારી સામે લડી રહ્યો છે. એવામાં આ પ્રકારનાં પ્રયોગ ગુનાની શ્રેણીમાં આવે છે. આ લોકોને ગુનાની શ્રેણીમાં લાવીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ.
શર્માએ કહ્યું કે, રાજસ્થાનમાં જો ક્યાંય પણ આ દવા વેચાતી જોવા મળી તો સ્ટોર માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત બાબા રામદેવને પણ જેલ ભેગા કરી દઇશ. બાબા રામદેવની દવા બનાવવા મંત્રી મંત્રી શર્માએ કહ્યું કે, મારી પાસેથી કોઇ સ્વિકૃતી લેવામાં આવી નથી. હાલ આયુષ મંત્રાલયે 21 એપ્રીલ 2020 ના રોજ ગેઝેટ નોટિફિકેશન દ્વારા એક અધિસુચના આપવામાં આવી છે. ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ હેઠળ 9 પોઇન્ટ આપ્યા છે.
શર્માએ કહ્યું કે કોઇ મરી જશે તો કોણ જવાબદાર?
મંત્રી શર્માએ કહ્યું કે, જે મહામારીથી સમગ્ર વિશ્વ પ્રભાવિત છે. સારવાર નથી શોધી શક્યા. ડબલ્યુએચઓ પાસે પણ વેક્સીન નથી. આઇસીએમઆર પાસે કોઇ દવા નથી. એવામાં સરકારની પરવાનગી વગર પ્રોટોકોલ ફોલો કર્યા વગર ક્લીનિકલ ટ્રાયલ કરે છે. તેના વગર આ દવા બહાર પાડવી ગુનો છે. ભારત સરકારે આ અપરાધીઓને તેની સજા આપવી જોઇએ. આ દવાથી સારવાર દરમિયાન જો કોઇનું મોત થાય તો કોણ જવાબદાર થશે?
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube