કોરોનાના નવા કેસ 70 દિવસમાં સૌથી ઓછા, પરંતુ મોતના આંકડાએ ફરી વધારી ચિંતા
દેશમાં લગભગ 1,21,311 લોકો ડિસ્ચાર્જ થયા એટલે કે કોરોનાને હરાવીને ઘરે પહોંચ્યા. સ્વાસ્થ્ય વિભાગ (Health Ministry) ના આંકડા અનુસાર ગત 24 કલાકમાં દેશમાં કોરોનાના સંક્રમણના લીધે લગભગ 4 હજાર દર્દીઓના મોત થયા છે.
નવી દિલ્હી: દેશભરમાં ભયંકર તબાહી મચાવ્યા બાદ કોરોનાની બીજી લહેર (Corona Second Wave) હવે કાબૂમાં આવતી જોવા મળી રહી છે. ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણની હાલની સ્થિતિ વિશે વાત કરીએ તો દેશમાં ગત 24 કલાકમાં ફક્ત 84,332 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. તમને જણાવી દઇએ કે ગત 70 દિવસોમાં આ પહેલો મોકો છે જ્યારે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા આટલી ઓછી નોંધાઇ છે.
આ દરમિયાન દેશમાં લગભગ 1,21,311 લોકો ડિસ્ચાર્જ થયા એટલે કે કોરોનાને હરાવીને ઘરે પહોંચ્યા. સ્વાસ્થ્ય વિભાગ (Health Ministry) ના આંકડા અનુસાર ગત 24 કલાકમાં દેશમાં કોરોનાના સંક્રમણના લીધે લગભગ 4 હજાર દર્દીઓના મોત થયા છે. જોકે દેશમા6 નવા કેસમાં ભારે ઘટાડા વચ્ચે મૃતકોનો આંકડો ચિંતાજનક છે.
કોરોનાની બીજી લહેરમાં 719 ડોક્ટરોએ ગુમાવ્યો જીવ, બિહારમાં સૌથી વધુ મોત
દેશમાં આટલા એક્ટિવ કેસ
સરકારી આંકડા અનુસાર દેશમાં હાલ 10,80,690 એક્ટિવ કેસ (Active cases) છે. તો બીજી તરફ આઇસીએમઆર (ICMR) ના આંકડા અનુસાર દેશમાં લગભગ 25 કરોડ લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine) લગાવવામાં આવી છે.
દેશનું કોરોના બુલેટીન
ભારતમાં સંક્રમણનો કુલ આંકડો: 2,93,59,155
દેશમાં કોરોનાથી અત્યાર સુધી સાજા થયા: 2,79,11,384
દેશમાં કોરોનાથી અત્યાર સુધી મોત: 3,67,081
દેશમાં કોરોનાથી ડેઠ રેટ 1.24% છે જ્યારે રિકવરી રેટ 95% થી વધુ થઇ ગયો છે. એક્ટિવ કેસ ઘટીને 4% થી ઓછો થઇ ગયો છે. કોરોનાના કુલ એક્ટિવ કેસોના મામલે દુનિયામાં ભારતનું ત્રીજું સ્થાન છે. તો કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા ક્રમે છે. જ્યારે દુનિયામાં અમેરિકા, બ્રાજીલ બાદ સૌથી વધુ મોત ભારતમાં થયા છે.
ફેમિલી મેનની સિઝન 2ની સફળતા બાદ હવે સિઝન 3માં થશે આવું, જાણો શું હશે ખાસ
મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 63 દિવસ બાદ 11 લાખથી ઓછા છે જ્યારે 24 કલાકમાં આવેલા 84,332 નવા કેસ 70 દિવસોમાં સૌથી ઓછા છે. શુક્રવારે કોરોના વાયરસ માટે 20,44,131 નમૂનાની તપાસ કરવામાં આવી. આ સાથે જ અત્યાર સુધી કુલ 37,42,42,384 સેમ્પલની તપાસ થઇ ચૂકી છે. મંત્રાલયે જણાવ્યું કે સંક્રમણનો દૈનિક દર 4.39 ટકા નોંધાયો છે. આ સતત 19મા દિવસે 10% ઓછો રહ્યો છે. તો સાપ્તાહિક સંક્રમણ દર પણ ઘટીને 4.94 ટકા થઇ ગયો છે.
ઇન્ડીયન મેડિકલ એસોસિએશન (Indian Medical Association) એ જાણકારી આપતાં જણાવ્યું કે કોરોના વાયરસ (Coronavirus) ની બીજી વેવ (Second Wave) માં 719 ડોક્ટર્સના મોત થયા છે. બિહાર (Bihar) માં સૌથી વધુ ડોક્ટર્સના જીવ ગયા છે. બિહારમાં 111 ડોક્ટર્સના મોત વાયરસના લીધે થયા છે. આ મામલે બીજા નંબર પર દિલ્હી (Delhi) છે. દિલ્હીમાં 109 ડોક્ટર્સના મોત કોરોના વાયરસના લીધે થયા છે.
યૂપી, બંગાળ અને રાજસ્થાનમાં આવી છે સ્થિતિ
કોરોના વાયરસના લીધે ડોક્ટર્સના મોતના મામલે ઉત્તર ઉત્તર પ્રદેશ, પશ્વિમ બંગાળ અને રાજસ્થાન ત્રીજા, ચોથા અને પાંચમા નંબર પર રહ્યા. ઉત્તર પ્રદેશમાં 79 ડોક્ટર્સ, પશ્વિમ બંગાળમાં 63 ડોક્ટર્સ અને રાજસ્થાનમાં 43 ડોક્ટર્સના કોરોનાના લીધે મોત થયા.
દિલ્હીમાં સામાન્ય કરતાં 12 દિવસ પહેલાં આવશે મોનસૂન, આ તારીખે કરશે એન્ટ્રી
આ રાજ્યોમાં સૌથી વધુ ડોક્ટર્સએ ગુમાવ્યા જીવ
તો બીજી તરફ પોંડીચેરી, ગોવા, ત્રિપુરા અને ઉત્તરાખંડમાં કોરોનાના લીધે સૌથી ઓછા ડોક્ટર્સનો જીવ ગયો છે. પોંડીચેરીમાં 1 ડોક્ટરનું મોત થયું. આ ઉપરાંત ગોવા, ત્રિપુરા અને ઉત્તરાખંડમાં બે-બે ડોક્ટર્સના મોત થયા છે.
કેંન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગત 24 કલકામાં દેશભરમાં કોરોના સંક્રમિતોના નવા 84,332 કેસ સામે આવ્યા, નવા કેસનો આંકડો ગત 70 દિવસમાં સૌથી ઓછો છે. આ દરમિયાન 1,21,311 લોકો હોપ્સિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. જોકે 4,002 કોરોના દર્દીઓના વાયરસના લીધે મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube