ડ્યૂટી પર કામ કરી રહેલા તમામ કોમ્યુનિટી હેલ્થ વર્કર્સનો 50 લાખનો વિમો, તેમણે પણ મળશે લાભ
કેન્દ્ર સરકારે રવિવારે કોરોના વાયરિયર્સ માટે મોટી જાહેરાત કરી. સરકારે આ તમામ માટે 50 લાખનો વિમો જાહેર કર્યો છે. આ વિમો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ આપવામાં આવી રહ્યું છે જે આજથી લાગૂ થઇ જશે. તેના હેઠળ દેશભરના લગભગ 22:15 લાખ લોકોને તેનું કવર મળશે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે રવિવારે કોરોના વાયરિયર્સ માટે મોટી જાહેરાત કરી. સરકારે આ તમામ માટે 50 લાખનો વિમો જાહેર કર્યો છે. આ વિમો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ આપવામાં આવી રહ્યું છે જે આજથી લાગૂ થઇ જશે. તેના હેઠળ દેશભરના લગભગ 22:15 લાખ લોકોને તેનું કવર મળશે.
સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે કોરોના વાયરસ વિરૂદ્ધ જે કોમ્યુનિટી હેલ્થ વર્કર કામ કરી રહ્યા છે. તેમના ઉપરાંત આ વિમામાં સ્થાનિક એકમ કર્મચારીઓ, અધિકારીઓ, એનજીઓ, સ્વંસેવી વર્કર્સ, વોલિંટિયર્સને પણ કવર આપવામાં આવશે. એટલે કે એવા લોકો જે કોરોના વાયરસ વિરૂદ્ધ ચળવળમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે, તે તમામ તેના દાયરામાં સામેલ થશે.
કેન્દ્ર સરકાર દ્વારા આજથી જાહેર કરવામાં આવેલા એક પત્રમાં કહેવામાં આવ્યું છે કે વિશેષ પરિસ્થિતિમાં પ્રાઇવેટ હોસ્પિટલની સાથે-સાથે નર્સિંગ હોમ અને ખાનગી સારવાર કેન્દ્ર તે કર્મચારીઓ પણ તેના દાયરામાં હશે જે કોરોના વાયરસ વિરૂદ્ધ ચળવળમાં પોતાની સેવા આપી રહ્યા છે.
આ વિમા કવર આગામી 3 મહિના માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને આ રકમ તે લોકોના પરિવારને મળશે જેમનું આ દરમિયાન કોરોના વાયરસ અથવા કોઇ બીજા કારણે મોત થાય છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ વિમા કવર પહેલાં કરવામાં આવેલા વિમા કરતાં વધારે હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર