નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત ચાલુ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ વધીને 78003 થયા છે. જેમાંથી 49,219 એક્ટિવ કેસ છે. જ્યારે 26,235 લોકો સાજા થઈને ઘરે ગયા છે. કોરોનાના કારણે 2549 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના સંક્રમણના 3722 નવા કેસ નોંધાયા છે. જ્યારે 134 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. 


ગ્રીન ઝોન જાહેર થયેલા ગોવામાં વળી પાછું ટેન્શન, રેપિડ ટેસ્ટમાં મળ્યા 7 કોરોના પોઝિટિવ કેસ


મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 25,922 થઈ છે. રાજ્યમાં કોરોનાથી 975 લોકોએ જીવ ગુમાવ્યાં છે. અત્રે જણાવવાનું કે કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર છે અને ત્યારબાદ ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસ છે. 


ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ ચિંતાનો વિષય બન્યો છે. અહીં 9268 લોકો કોરોનાથી પ્રભાવિત થયા, જેમાંથી 3562 લોકો સાજા થઈને ઘરે ગયા અને 566 લોકોએ જીવ ગુમાવ્યાં છે. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 6645 નોંધાયા છે. જ્યાં 446 લોકોએ જીવ ગુમાવ્યાં છે. ત્યારબાદ સુરતમાં 967, વડોદરામાં 592, ગાંધીનગરમાં 142 અને ભાવનગરમાં 100 કેસ નોંધાયા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube