ગ્રીન ઝોન જાહેર થયેલા ગોવામાં વળી પાછું ટેન્શન, રેપિડ ટેસ્ટમાં મળ્યા 7 કોરોના પોઝિટિવ કેસ

હાલમાં જ કોરોનાથી સંપૂર્ણ રીતે મુક્ત થઈને ગ્રીન ઝોન જાહેર થયેલા ગોવામાં પોઝિટિવ દર્દી મળ્યા હોવાના સમાચાર છે. ગ્રીન ઝોન જાહેર થયા બાદ રાજ્યમાં કોરોનાનો આ નવા કેસ છે. રેપિડ ટેસ્ટમાં સાત કોરોના પોઝિટિવ દર્દીઓ જોવા મળ્યા છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ સમાચાર જણાવ્યાં. 

ગ્રીન ઝોન જાહેર થયેલા ગોવામાં વળી પાછું ટેન્શન, રેપિડ ટેસ્ટમાં મળ્યા 7 કોરોના પોઝિટિવ કેસ

પણજી: હાલમાં જ કોરોનાથી સંપૂર્ણ રીતે મુક્ત થઈને ગ્રીન ઝોન જાહેર થયેલા ગોવામાં પોઝિટિવ દર્દી મળ્યા હોવાના સમાચાર છે. ગ્રીન ઝોન જાહેર થયા બાદ રાજ્યમાં કોરોનાનો આ નવા કેસ છે. રેપિડ ટેસ્ટમાં સાત કોરોના પોઝિટિવ દર્દીઓ જોવા મળ્યા છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ સમાચાર જણાવ્યાં. 

મળતી માહિતી મુજબ ગોવામાં રેપિડ ટેસ્ટમાં વધુ સાત લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. આ તમામ મુંબઈથી આવ્યાં હતાં. કોરોના સંક્રમણની પુષ્ટિ માટે તેમના સેમ્પલને ગોવા મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યાં છે. હાલ તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ અંગે જાણકારી આપી. જો આ ટેસ્ટમાં પણ આ સાતેય દર્દીઓ કોરોના પોઝિટિવ આવે તો કોરોના ફ્રી ગોવા માટે આ અશુભ સમાચાર હશે. 

— ANI (@ANI) May 13, 2020

અત્રે જણાવવાનું કે ગોવામાં કોરોનાના નવા સાત દર્દીઓ મળ્યા છે. આ અગાઉ રાજ્યમાં સાત દર્દીઓ નોંધાયા હતાં જે સાજા થઈને ઘરે પાછા ફર્યા. તમામ દર્દીઓ ઠીક થતા જ ગોવાને ગ્રીન ઝોન એટલે કે કોરોના મુક્ત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો હતો. 

જુઓ LIVE TV

19 એપ્રિલના રોજ ગોવા જાહેર થયું હતું કોરોના મુક્ત
ગોવાને ગત મહિને 19મી એપ્રિલના રોજ કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોરોનાના કુલ સાત કેસ આવ્યાં હતાં. જેમાંથી પહેલા સાજા થઈ ગયા હતાં અને છેલ્લા દર્દીનો કોરોના રિપોર્ટ 19મી એપ્રિલના રોજ નેગેટિવ આવ્યો અને ત્યારબાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news