Coronavirus: ગત 5 દિવસમાં બીજીવાર નોંધાયા 50 હજારથી ઓછા કેસ, 24 કલાકમાં થયા 1,183 મોત
ગત 24 કલાકમાં વાયરસથી 1,183 લોકોના મોત થયા છે, તેનાથી દેશમાં કુલ મોતની સંખ્યા 3,94,493 થઇ ગઇ છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) ના 48,698 નવા કેસ સામે આવ્યા બાદ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3,01,83,143 થઇ ગયા છે. તો ગત 24 કલાકમાં વાયરસથી 1,183 લોકોના મોત થયા છે, તેનાથી દેશમાં કુલ મોતની સંખ્યા 3,94,493 થઇ ગઇ છે.
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર શુક્રવારે 64,818 સંક્રમિત કોરોનાથી રિકવર થયા હતા. ત્યારબાદ કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા 2,91,93,085 થઇ ગઇ છે.
તમને જણાવી દઇએ કે એક્ટિવ કેસ (Coronavirus Active Case) ની કુલ સંખ્યા 5,95,565 છે. 86 દિવસ બાદ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6 લાખથી ઓછી થઇ છે. એક્ટિવ કેસ કુલ રજિસ્ટર્ડ કેસના 1.97 ટકા છે.
ગત 24 કલાકમાં આટલા લોકોને આપવામાં આવી વેક્સીન
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસની 61,19,169 વેક્સીન લગાવવામાં આવી, ત્યારબાદ કુલ વેક્સીનેશન (Vaccination) નો આંકડો 31,50,45,926 થઇ ગયો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube