નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વભરના 120થી વધુ દેશ ઘાતક કોરોના વાયરસની ઝપેટમાં છે. વિશ્વભરમાં 1,35000થી વધુ લોકો તેની ઝપેટમાં છે જ્યારે 5 હજારથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. ભારતમાં પણ 84 લોકો કોરોના વાયરસથી ચેપગ્રસ્ત છે. તેમાં સ્વસ્થ થઈ ચુકેલા 10 લોકો અને જીવ ગુમાવનાર 2 લોકો સામેલ છે. શનિવારે મહારાષ્ટ્રના નાગપુરમાં કોરોના વાયરસના વધુ એક મામલાની પુષ્ટિ થઈ છે. હવે મહારાષ્ટ્રમાં આ ખતરનાક વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 20 થઈ ચુકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્ચિમ બંગાળમાં પણ તમામ શાળા કોલેજનો 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે. ગોવામાં શાળા, કોલેજોની સાથે પબોને પણ 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે કોરોના વાયરસથી જીવ ગુમાવનાર લોકો કે દર્દીઓની દેખરેખ કરવામાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારને 4-4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. 


કોરોના આપદા જાહેર, મૃતકોના પરિવારજનોને વળતર પણ
કોરોનાને આપદા જાહેર કરતા કેન્દ્ર સરકારે તે નિર્ણય લીધો છે કે આ વાયરસની ઝપેટમાં આવેલા લોકોનું જો મોત થાય તો તેના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવશે. તેમાં તે લોકોના પરિવારજનોને આર્થિક સહાયતા આપવાની જોગવાઈ સામેલ છે જેનું મોત કોરોના વાયરસ અભિયાન કે તેનાથી જોડાયેલી ગતિવિધિના કારણે થયું છે. 


કોરોના વાયરસને આઇસોલેટ કરવામાં મળી સફળતા, હવે જલદી બની શકશે કોવિડ-19ની રસી


મહારાષ્ટ્ર અને તેલંગણામાં 1-1 નવા મામલા
મહારાષ્ટ્રના નાગપુરમાં શનિવારે કોરોના વાયરસના એક-એક મામલાની પુષ્ટિ થઈ છે. આ સાથે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 20 લોકોમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ રીતે શનિવારે તેલંગણામાં પણ વધુ એક કેસ સામે આવ્યો છે. તેલંગણા હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે, દર્દી હાલમાં ઇટાલીની યાત્રાથી પરત આવ્યો છે. તેને હૈદરાબાદની સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. 


4000થી વધુ લોકો દેખરેખમાં રાખવામાં આવ્યા છે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું કે, દેશમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસોની સંખ્યા 84 થઈ ચુકી છે. મંત્રાલયે જણાવ્યું કે, પીડિત 7 લોકો હવે સ્વસ્થ થઈ ચુક્યા છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ સિવાય કેરલના 3 દર્દીઓ પહેલાં જ સ્વસ્થ થઈ ચુક્યા છે. કુલ 84 ચેપી લોકોના સંપર્કમાં આવેલા 4000થી વધુ લોકોને દેખરેખમાં રાખવામાં આવ્યા છે. મંત્રાલય તરફથી તે પણ જણાવવામાં આવ્યું કે, ઈરાનથી ભારતીયોને લઈને આવનારુ વિમાન શનિવારે મોડી રાત્રે મુંબઈમાં લેન્ડ કરશે. 


ભારતમાં COVID-19 આપદા જાહેર, મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર  


દિલ્હીમાં 7, મહારાષ્ટ્રમાં 20 મામલા
દિલ્હીમાં કોરોના વાયરસથી શુક્રવારે એક 68 વર્ષીય મહિલાનું મોત થયું હતું. દિલ્હીના સાતેય મામલા ભારતીયોના છે, જેમાંથી એકને રજા આપી દેવામાં આવી છે. તો હરિયાણામાં 14 મામલાની પુષ્ટિ થઈ, જેમાંથી તમામ દર્દીઓ વિદેશી નાગરિક છે. કેરલમાં અત્યાર સુધી કોવિડ-19ના સૌથી વધુ મામલા સામે આવ્યા છે. કેરલ બાદ મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસો સામે આવ્યા છે. અહીં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 20 છે. ઉત્તર પ્રદેશમાં 11 કેસોની પુષ્ટિ થઈ છે, જેમાંથી 10 ભારતીય અને 1 વિદેશી છે. 


રાજસ્થાનમાં ત્રણ કેસ સામે આવ્યા છે, જેમાંથી એક દર્દી ભારતીય અને બે વિદેશી છે. તે ત્રણેયને રજા આપી દેવામાં આવી છે. તો તેલંગણામાં 2, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને પંજાબમાં એક-એક કેસ સામે આવ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીરમાં એક અને લદ્દાખમાં ત્રણ કેસોની પુષ્ટિ થઈ છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...