ભારતમાં COVID-19 આપદા જાહેર, મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર

કોરોના વાયરસને કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. 

ભારતમાં COVID-19 આપદા જાહેર, મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસનો કહેર જારી છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. કોરોના વાયરસના ચેપની મદદથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનોને કેન્દ્ર સરકાર આર્થિક મદદ કરશે. તેમાં દર્દીઓની દેખરેખ કરનાર લોકો પણ સામેલ છે. કેન્દ્ર સરકાર કોરોના વાયરસને કારણે અવસાન પામેલા લોકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની મદદ કરશે. કેન્દ્ર સરકાર દ્વારા જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે કોરોના વાયરસને આપદા જાહેર કરવાનો નિર્ણય લીધો છે જેથી તમામ રાજ્ય સરકારો આ વાયરસ સામે લડવા માટે રાજ્ય આપદા પ્રતિક્રિયા કોષ (State Disaster Response Fund, SDRF)નો ઉપયોગ કરી શકે. 
 

— ANI (@ANI) March 14, 2020

કોરોના આપદા જાહેર, મૃતકોના પરિવારજનોને વળતર પણ
કોરોનાને આપદા જાહેર કરતા કેન્દ્ર સરકારે તે નિર્ણય લીધો છે કે આ વાયરસની ઝપેટમાં આવેલા લોકોનું જો મોત થાય તો તેના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવશે. તેમાં તે લોકોના પરિવારજનોને આર્થિક સહાયતા આપવાની જોગવાઈ સામેલ છે જેનું મોત કોરોના વાયરસ અભિયાન કે તેનાથી જોડાયેલી ગતિવિધિના કારણે થયું છે. 

કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'સરકારે કોવિડ-19ને આપદાની જેમ લેવાનો નિર્ણય કર્યો છે જેથી એસડીઆરએફ અંતર્ગત સહાયતા ઉપલબ્ધ કરાવી શકાય.' તેનાથી આગળ કહ્યું, 'કોરોના વાયરસથી જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને 4 લાખની આર્થિક સહાયતા આપવામાં આવશે, જેમાં તે લોકો પણ સામેલ છે જેનું મોત રાહત અભિયાન કે તેની સાથે જોડાયેલી ગતિવિધિમાં થયું હોય.'

ભારત 5મો દેશ, કોરોના પર મોટી સફળતા
ચીનના વુહાનથી ફેલાયેલી આ મહામારીથી વિશ્વભરમાં 5000થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. ભારતે તે સમયથી જ તેની વિરુદ્ધ તૈયારી શરૂ કરી દીધી હતી જ્યારે ડિસેમ્બરના અંતમાં ચીનમાં થોડા મામલા સામે આવ્યા હતા. તેનું પરિણામ છે કે ભારત વિશ્વનો પાંચમો દેશ બની ચુક્યો છે જેણે ડબ્લ્યૂએચઓ દ્વારા જાહેર વૈશ્વિક મહામારી (PANDEMIC)ને આઇસોલેટ એટલે કે અલગ-થલગ કરવામાં સફળતા મેળવી છે. ભારત પહેલા ચીન, જાપાન, થાઈલેન્ડ અને અમેરિકા વાયરસને આઇસોલેટ કરવામાં સફળ રહ્યાં છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news