કોરોના વાયરસને આઇસોલેટ કરવામાં મળી સફળતા, હવે જલદી બની શકશે કોવિડ-19ની રસી


જ્યાં એક તરફ કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે તો બીજીતરફ ભારત એવો પાંચમો દેશ બની ચુક્યો છે, જેણે કોવિડ-19ના વાયરસને આઇસોલેટ કરવામાં સફળતા હાંસિલ કરી લીધી છે. ભારત પહેલા ચીન, જાપાન, થાઈલેન્ડ અને અમેરિકા વાયરસને આઇસોલેટ કરવામાં સફળતા મેળવી ચુક્યા છે.

કોરોના વાયરસને આઇસોલેટ કરવામાં મળી સફળતા, હવે જલદી બની શકશે કોવિડ-19ની રસી

નવી દિલ્હીઃ જ્યાં એક તરફ કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે તો બીજીતરફ ભારત એવો પાંચમો દેશ બની ચુક્યો છે, જેણે કોવિડ-19ના વાયરસને આઇસોલેટ કરવામાં સફળતા હાંસિલ કરી લીધી છે. ભારત પહેલા ચીન, જાપાન, થાઈલેન્ડ અને અમેરિકા વાયરસને આઇસોલેટ કરવામાં સફળતા મેળવી ચુક્યા છે. મહત્વનું છે કે વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે 5 હજારથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 1.35 લાખથી વધુ લોકો તેનાથી ચેપગ્રસ્ત છે. માત્ર ભારતમાં જ કોરોના વાયરસના 83 મામલાની પુષ્ટિ થઈ ચુકી છે અને અત્યાર સુધી 2 લોકોના મોત થયા છે. 

વાયરસને આઇસોલેટ કરવો મોટી સફળતા કેમ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે આઈસીએમઆરના વૈજ્ઞાનિક રમન ગંગાખેડકર જણાવે છે કે કોરોના વાયરસ સરળતાથી આઇસોલેશનમાં આવતો નથી. તેવામાં તેને આઇસોલેટ કરવામાં જીત હાંસિલ કરવી મોટી સફળતા છે. તેમણે કહ્યું કે, તેના કારણે દવા બનાવવી અને તેનું ટેસ્ટિંગ કરવું સરળ થઈ જશે, કારણ કે દરેક દવાના ટેસ્ટિંગ માટે તેના વિષાણુની જરૂર હોય છે, જેની વિરુદ્ધ દવા બનાવવામાં આવે છે. 

માનસ શરીરની બહાર થઈ શકશે ટેસ્ટ
જો સરળ ભાષામાં સમજો તો હવે વૈજ્ઞાનિકોને કોરોના વાયરસના સેમ્પલને માનવ શરીરની બહાર રાખવામાં સફળતા મેળવી ચુકી છે. આઈસીએમઆરના જ ડોક્ટર બલરામ ભાર્ગવ કહે છે કે આ મોટી સફળતા છે, કારણ કે તેનાથી દવા, વેક્સીન અને ટેસ્ટિંગ કિટ બનાવવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસનું આઇસોલેશન મુશ્કેલ હતું, કારણ કે ભારતમાં કોરોનાથી ચેપી લોકોની સંખ્યા ખુબ ઓછી છે. 

આઇસોલેટ કરવામાં આવેલા વાયરસ 99.98 ટકા વુહાન જેવા
ડોક્ટર આર આર ગંગાખેડકર જણાવે છે કે ગળું અને નાકથી કુલ 21 સેમ્પલની તપાસ કરવામાં આવી, ત્યારબાદ આ સફળતા મળી છે. તેમાં 11 ટેસ્ટ પોઝિટિવ આવ્યા, જેમાંથી વાયરસના 8 સ્ટ્રેનને આઇસોલેટ કરવામાં સફળતા મળી છે. તેમણે જણાવ્યું કે, આ વાયરસ 99.98 ટકા એવો છે, જેવો ચીનના વુહાનથી ફેલાવાની શરૂઆત થઈ હતી. 

જાણકારી મળી શકશે કે ત્યાંથી ઉત્પન્ન થયો વાયરસ
આઈસીએમઆરના નિષ્ણાંત જણાવે છે કે કોરોના વાયરસના આઇસોલેશનથી તે પણ માહિતી મેળવવી સરળ થઈ જશે કે તે ઉત્તપન્ન કઈ રીતે થયો અને તેની બાયોલોજી પણ સમજી શકાશે. મહત્વનું છે કે અત્યાર સુધી કોરોના વાયરસની કોઈ સારવાર નથી, ન તો તેની કોઈ રસી અત્યાર સુધી બની છે. 

એચઆઈવીની દવાથી કોવિડ-19ની સારવાર!
એઇડ્સની સારવારમાં એચઆઈવી વિરુદ્ધ ઉપયોગ થતી lopinavir અને ritonavirનો ઉપયોગ કોવિડ-19ના તમામ દર્દીઓ પર કરવામાં આવ્યું. તેમાં ઈટાલીનો દર્દી પણ સામેલ છે, જે જયપુરના સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ છે. પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેનાથી કેટલો ફાયદો થયો, તે હજુ કહી શકાય નહીં. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news