કાયદા મંત્રાલયનો કર્મચારી કોરોના પોઝિટિવ, શાસ્ત્રી ભવનનો કેટલોક ભાગ સીલ
કાયદા મંત્રાલયના કર્મચારીનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. તેના સંપર્કમાં આવેલા લોકોની શોધવામાં આવી રહ્યાં છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રણની ગતિ પકડી લીધી છે. અત્યાર સુધી 46 હજારથી વધુ કન્ફર્મ કેસની પુષ્ટિ થઈ ચુકી છે. દિલ્હીના લુટિયન્સ ઝોનની સૌથી મહત્વપૂર્ણ બિલ્ડિંગમાંથી એક શાસ્ત્રી ભવનમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. કાયદા મંત્રાલયના એક કર્મચારીમાં કોરોના પોઝિટિવ મળ્યો છે. ત્યારબાદ શાસ્ત્રી ભવનના કેટલાક ભાગને સીલ કરી દેવામાં આવ્યો છે.
અધિકારીઓનું કહેવું છે કે શાસ્ત્રી ભવનના ચોથા ફ્લોર પર સ્થિત કાયદા મંત્રાલયના એક કર્મચારીમાં કોરોના પોઝિટવ મળ્યો છે. ત્યારબાદ ભવનના કેટલાક ભાગને સીલ કરી દેવામાં આવ્યા છે. દિલ્હીમાં સરકારી બિલ્ડિંગને સીલ કરવાનો આ બીજો મામલો છે. આ પહેલા નીતિ આયોગની બિલ્ડિંગને સીલ કરવામાં આવી હતી.
કાયદા મંત્રાલયના કર્મચારીનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. તેના સંપર્કમાં આવેલા લોકોની શોધવામાં આવી રહ્યાં છે. આ સાથે શાસ્ત્રી ભવનના એ વિંગના ગેટ નંબર એકથી લઈને ત્રણ સુધીને સીલ કરી દેવામાં આવ્યા છે. સાથે આ વિસ્તારને સેનેટાઇઝ કરવામાં આવ્યો છે. લિફ્ટ અને ગેટ બુધવાર સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.
ચિંતાજનક સમાચાર: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3900 નવા કેસ, આંકડો 46 હજારને પાર
આ પહેલા રાજીવ ગાંધી ભવનમાં સ્થિત નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સીલ કરી દેવામાં આવ્યું હતું. ત્યાં પણ એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ સિવાય હાલમાં દિલ્હી સ્થિત સીજીઓ કોમ્પલેક્સમાં પણ સીઆરપીએફ અને બીએસએફના મુખ્યાલયને પણ સીલ કરવામાં આવ્યું હતું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube