ચિંતાજનક સમાચાર: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3900 નવા કેસ, આંકડો 46 હજારને પાર

ભારતમાં છેલ્લા 40 દિવસથી દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. કોરોના વાયરસની ગતિ ધીમી જરૂર થઈ છે પરંતુ હજુ પણ ઘણી વધુ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3900 પોઝિટિવ કેસ નવા આવ્યાં છે. જ્યારે 195 લોકોના જીવ ગયા છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 46000ને પાર ગઈ છે. 
ચિંતાજનક સમાચાર: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3900 નવા કેસ, આંકડો 46 હજારને પાર

નવી દિલ્હી: ભારતમાં છેલ્લા 40 દિવસથી દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. કોરોના વાયરસની ગતિ ધીમી જરૂર થઈ છે પરંતુ હજુ પણ ઘણી વધુ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3900 પોઝિટિવ કેસ નવા આવ્યાં છે. જ્યારે 195 લોકોના જીવ ગયા છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 46000ને પાર ગઈ છે. 

સ્વાસ્થ્ય અનેક પરિવાર  કલ્યાણ વિભાગે આપેલી માહિતી મુજબ ભારતમાં કોરોનાના કેસનો આંકડો 46433 પર પહોંચ્યો છે. જેમાં 32134 એક્ટિવ કેસ છે. જ્યારે 12727 લોકો ડિસ્ચાર્જ કે માઈગ્રેટ થયેલા છે. 1568 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 3900 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 195 લોકોના જીવ ગયા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. 

— ANI (@ANI) May 5, 2020

કોરોનાનો ડેઈલી ગ્રોથ આપી રહ્યો છે ચિંતા
આપણે તેને એ વાતથી સમજીએ કે ભારતમાં કોરોનાના ડેઈલી ગ્રોથ હવે અમેરિકા, ઈટાલી અને બ્રિટન જેવા સૌથી ખરાબ રીતે પ્રભાવિત દેશોથી પણ વધુ છે. આંકડા દ્વારા સમજીએ. 

સૌથી વધુ ગ્રોથવાળા દેશોમાં ભારત
જો કોરોનાના સંક્રમણથી સૌથી વધુ ખરાબ પ્રભાવિત 20 દેશોની વાત કરીએ તો ભારતમાં વાયરસ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. લોકડાઉન હોવા છતાં આ સ્થિતિ ચિંતાજનક છે. 

જુઓ LIVE TV

22મી માર્ચે ભારતમાં એવરેજ ડેઈલી ગ્રોથ 19.9 ટકા હતો. તે સમયે ઈટાલીને બાદ કરતા અમેરિકા, રશિયા, બ્રાઝીલ અને બ્રિટન જેવા દેશોમાં તે ભારત કરતા ઘણો વધુ હતો. જો કે દેશવ્યાપી લોકડાઉન બાદ ભારતમાં કોરોનાના કેસોમાં ડેઈલી ગ્રોથ સતત ઘટવા લાગ્યો. લોકડાઉન 2.0ના છેલ્લા દિવસે એટલે કે 3જી મેના રોજ ડેઈલી ગ્રોથ ઘટીને 6.1 ટકા થયો. તેનાથી સારી તસવીર ઉભરી રહી છે કે પરંતુ જ્યારે બીજા દેશોની સરખામણી કરીએ છીએ તો આ આંકડો ડરામણો લાગે છે. 3 મેની વાત કરીએ તો ભારતનો ડેઈલી ગ્રોથ ઈટાલી (1%)ની સરખામણીમાં 6 ગણો વધારે છે. બ્રિટન (3%)ની સરખામણીમાં 2 ગણો છે. ડેઈલી ગ્રોથ રેટ મામલે ફક્ત રશિયા (7%), અને બ્રાઝીલ (7.4%) ભારત કરતા ઉપર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news