નવી દિલ્હી: કોરોના વાયરસ વિરૂદ્ધ ચાલી રહેલા મહાયુદ્ધનો આજે ચોથો દિવસ છે પરંતુ આ લોકડાઉનને ફેલ કરવાનું કાવતરું સોશિયલ મીડિયા પર અફવા ફેલાવીને થઇ રહ્યું છે. આનંદ વિહાર બસ સ્ટેશન પર શનિવારે સાંજે હજારોની સંખ્યામાં લોકડાઉન દરમિયાન ઉમટી પડ્યા. કહેવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવી હતી કે 24 કલાક દરમિયાન ગમે ત્યાં અવર-જવર કરી શકો છો. સોશિયલ મીડિયા પર આ અફવાએ જોર પકડ્યું ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો ઘરે જવા માટે ઉમટી પડ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પલાયન કરનારાઓને અપીલ કરી છે કે તે જ્યાં છે, ત્યાં જ રહે. કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકારના 800 એવા કેન્દ્ર છે. જ્યાં લોકોને જમાડવામાં આવે છે. કેજરીવાલે કહ્યું કે ''લોકડાઉનનું પાલન અક્રે અને ઘર છોડીને ન જાય. હજરત નિજામુદ્દીન, શકુર બસ્તી, આનંદ વિહારમાં જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.


આ મામલે રાજકારણ પણ શરૂ થઇ ગયું છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે ''આજે દિહ્લીના બોર્ડર પર જે લોકો છે, તે ફક્ત દિલ્હીથી નથી. હરિયાણા, પંજાબ, રાજસ્થાન સુધીના લોકો આવ્યા છે. જે પણ અત્યારે દિલ્હીમાં છે, તેને છત આપવાની અને ભોજન આપવાની જવાબદારી અમારી છે જેથી કોરોના વિરૂદ્ધ વડાપ્રધાન મોદીજીનું લોકડાઉન સફળ થઇ શકે. પરંતુ તેની સાથે મળીને લડવું પડશે. 


દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના માર્ગદર્શનમાં કોરોના વિરૂદ્ધ લડાઇમાં ઘણા પગલાં ભરવામાં આવ્યા છે જેને બાકી રાજ્ય આગળ ફોલો કરી રહ્યા છે. દિવસમાં બે વાર લાખથી વધુ લોકોને ભોજન આપવામાં આવે છે. સ્કૂલોમાં નાઇટ શેલ્ટર્સ બનાવવામાં આવ્યા છે. કોઇપણ ભૂખ્યું સુવે નહી તે અમારી જવાબદારી છે. મને દુખ છે કે કોરોના મહામારી વચ્ચે ભાજપના નેતા હલકા રાજકારણ પર ઉતરી આવ્યા છે.''


દેશમાં અત્યાર સુધી કોરોનાના 918 કેસ સામે આવ્યા છે. 19 લોકોના મોત થયા છે. 79 લોકોની સારવાર થઇ છે. સૌથી વધુ કેસ કેરલ અને મહારાષ્ટ્રથી સામે આવ્યા છે. બંને રાજ્યોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 150ને પાર થઇ ગઇ છે. કેરલમાં જ્યાં 167 લોકો અત્યાર સુધી કોરોના પોઝિટિવ આવ્યા છે, તો બીજી તરફ મહારાષ્ટ્રમાં આ સંખ્યા 186 પહોંચી ગઇ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર