ભોપાલ: વૈશ્વિક સતર પર કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)નું સંકટ દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરતું જાય છે. દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus)એ મોતનું એવું તાંડવ મચાવ્યું છે કે તેની ચપેટમાં આવીને લગભગ 60 હજાર લોકો દમ તોડી ચૂક્યા છે, જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 11 લાખ 10 હજારના આંકડાને પાર કરી ગઇ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં પણ કોરોના વાયરસ મહામારીનો પ્રસાર ખૂબ ઝડપથી થઇ રહ્યો છે. જોકે 25 માર્ચથી જ અહીં 21 દિવસનું દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું છે, તેમછતાં તેના કોવિડ-19 સંક્રમણના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર સાથે સખતાઇપૂર્વક વર્તી રહી છે. લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ પોલીસ કાર્યવાહીના સમાચાર અવાર નવાર સામે આવી રહ્યા છે.

પરંતુ લોકો પોલીસથી બચવાનો કોઇને કોઇ રસ્તો કાઢી રહ્યા છે. મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના છતરપુરમાં પણ કંઇક એવો જ નજારો જોવા મળ્યો. અહીં લોકડાઉન વચ્ચે પોલીસથી બચવા માટે કેટલાક લોકોએ અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. પોલીસથી બચવા માટે કેટલાક લોકોએ નૌગાંવમાં પોતાની જીંદગી ખતરામાં મુકીને નદી પાર કરતાં જોવા મળ્યા.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર