મુંબઈઃ દેશમાં કોરોનાના મામલા ઝડપથી વધી રહ્યાં છે. મહારાષ્ટ્ર સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્યમાં ટોપ પર છે. મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. હવે મહારાષ્ટ્ર સરકાર કોરોના ટેસ્ટિંગ માટે એક નવી ટેકનીકનો ઉપયોગ કરવા જઈ રહી છે. આ ટેકનિક બાદ અવાજથી કોરોનાનો ટેસ્ટ થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવુ અમે નહીં ખુદ શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યુ છે. આદિત્યએ ટ્વીટર પર આ વિશે જાણકારી આપી છે. આદિત્ય ઠાકરેએ ટ્વીટ કર્યું, 'બીએમસી અવાજના નમૂનાનો ઉપયોગ કરીને AI-આધારિત કોવિડ ટેસ્ટિંગનું એક પરીક્ષણ કરશે. આરટી-પીસીઆર ટેસ્ટિંગ પણ ચાલુ રહેશે. પરંતુ દુનિયાભરમાં ટેસ્ટ કરવામાં આવેલી ટેકનીક સાબિત કરે છે કે મહામારીમાં આપણે આપણા સ્વાસ્થ્યના માળખામાં ટેકનીકના ઉપયોગથી વસ્તુને અલગ રીતે જોવા અને વિકસિત કરવામાં મદદ કરી છે.'


રાજસ્થાનઃ અશોક ગેહલોત બોલ્યા- ભાજપમાં ભાગલા પડી ગયા, જીત અમારી થશે  

શનિવાર સુધી મહારાષ્ટ્રમાં રિકવરી રેટ 67.26 ટકા હતો અને 12 હજાર 822 નવા કેસ આવ્યા હતા. કોરોનાથી 275 લોકોના મૃત્યુ થયા છે. 26 લાખ 47 હજાર સેમ્પલમાંથી 5 લાખ 3 હજાર સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. પ્રદેશમાં અત્યાર સુધી આશરે 10 લાખ લોકો હોમ ક્વોરેન્ટાઇન છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube