લખનઉ: કોરોના વાયરસ (Corona Virus) નવા નવા સ્વરૂપે એટેક કરી રહ્યો છે. ડોક્ટરો અને એક્સપર્ટ્સ તેને લઈને જ્યાં રિસર્ચ કરી રહ્યાં છે ત્યાં તેનું નવું સ્વરૂપ સામે આવી જાય છે. પીજીઆઈ લખનઉમાં કોરોનાના એવા દર્દીઓ સામે આવે છે કે જેમના શરીરમાં પ્લેટલેટ્સ કાઉન્ટ અચાનક જ ઓછા થઈ જાય છે. આવું સામાન્ય રીતે ડેન્ગ્યુમાં જોવા મળતું હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ હવે કોરોના પણ ડેન્ગ્યુના વેશમાં દર્દીઓ પર પ્રહાર કરી રહ્યો છે. જેમાં અચાનક જ દર્દીના પ્લેટલેટ્સ કાઉન્ટ ઓછા થઈને 20 હજારથી પણ નીચે આવી જાય છે. જ્યારે તપાસમાં ડેન્ગ્યુ નીકળતો જ નથી. આવા દર્દીઓ મોટાભાગે કોરોનાની ગંભીર અવસ્થામાં પહોંચ્યા બાદ જ મળે છે. પીજીઆઈમાં ડોક્ટરોએ આ અંગે સંશોધન શરૂ કરી દીધુ છે. 


મોટા સમાચાર! સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું ક્યારથી મળશે કોરોનાની વેક્સિન


પીજીઆઈના પ્રોફેસર અનુપમ વર્માના જણાવ્યાં મુજબ અચાનક દર્દીઓમાં પ્લેટલેટ્સ કાઉન્ટ ઓછા થઈ જતા મેનેજ કરવું મુશ્કેલ બની રહ્યું છે. પીજીઆઈમાં એડમિટ લોકબંધુ હોસ્પિટલના ડોક્ટરની પ્લેટલેટ્સ દાખલ થયાના બીજા દિવસે જ દસ હજાર પર પહોંચી ગઈ. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું કે કોરોના દર્દીની ઈમ્યુન કોમ્પ્લેક્સને પ્રભાવિત કરે છે, જેમાં મોનોસાઈડ અને મેકરોફેઝ સેલ પર એટેક થાય છે. તેનાથી બોડીમાં પ્લેટલેટ્સની જરૂરિયાત વધી જાય છે. જ્યારે તેનું ઉત્પાદન પહેલાની સરખામણીએ ઓછું રહે છે. આ જ કારણ છે કે પ્લેટલેટ્સ કાઉન્ટ અચાનક ઓછા થઈ જાય છે. આવા દર્દીઓ મોટાભાગે ગંભીર  અવસ્થાના હોય છે. તેમને પ્લેટલેટ્સ ચડાવવામાં આવે છે અને જરૂર પડે તો પ્લાઝમા થેરાપી પણ આપવામાં આવે છે. 


Corona Updates: કોરોનાએ મચાવ્યો હાહાકાર, 24 કલાકમાં 92 હજાર કરતા વધુ નવા દર્દીઓ

બોનમેરોને અસર કરે છે કોરોના
ડો.અનુપમે જણાવ્યું કે એક ફેરફાર હાલના દિવસોમાં આવ્યો છે કે કોરોનાના દર્દીઓને થોમ્બોસિસ થઈ રહ્યો હતો. જેમાં લોહી જામી જાય છે. તેમાં ટીપીએ ઈન્જેક્શન આપવામાં આવે છે. જેનાથી ક્લોટ ઓગળી જાય છે. પરંતુ કેટલાક દર્દીઓમાં ટીપીએ આપવામાં આવે તો તેમને નસો ફાટી જાય છે. જેનાથી આંતરિક સ્ત્રાવ થાય છે. જેને સિવિયર થોમ્બોસાઈટોપીનિયા કહે છે. તેમાં જોવા મળ્યું છે કે કોરોના વાયરસ દર્દીના બોન મેરોને અસર કરે છે અને તેના કારણે આ સમસ્યા સામે આવે છે. 


કંગના વિવાદ: શિવસેના નેતા સંજય રાઉતે મુકેશ અંબાણી અને અક્ષયકુમારને ધમકી આપી?


ડેન્ગ્યુની તપાસ ખુબ જરૂરી
ડોક્ટર અનુપમે જણાવ્યું કે આજની સ્થિતિમાં કોરોનાના દર્દીઓની ડેન્ગ્યુની તપાસ ખુબ જરૂરી છે. ખાસ કરીને એવા દર્દીઓ કે જેમના પ્લેટલેટ્સ કાઉન્ટ ધડામ દઈને ઓછા થઈ રહ્યાં હોય. તેનાથી ખબર પડશે કે તેનું કારણ કોરોના છે કે ડેન્ગ્યુ. તેના પર રિસર્ચ પણ ચાલે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube