Omicron in India: દેશમાં 21 રાજ્યો ઓમિક્રોનના ભરડામાં, આવનારો આ મહિનો સૌથી ખતરનાક, સંભાળીને રહેજો
દેશભરમાં કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિએન્ટ ચિંતાનું કારણ બની બેઠો છે. ઓમિક્રોનના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સ્થિતિ એ છે કે અત્યાર સુધીમાં હવે ઓમિક્રોનના કેસ 650ને પાર પહોંચી ગયા છે.
નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિએન્ટ ચિંતાનું કારણ બની બેઠો છે. ઓમિક્રોનના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સ્થિતિ એ છે કે અત્યાર સુધીમાં હવે ઓમિક્રોનના કેસ 650ને પાર પહોંચી ગયા છે. આ વેરિએન્ટથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર રાજ્ય છે. ઓમિક્રોને અત્યાર સુધીમાં 21 રાજ્યોને પોતાના ભરડામાં લીધા છે.
દેશમાં ઓમિક્રોનના 653 કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 653 કેસ સામે આવ્યા છે. ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે હવે પ્રતિબંધો પણ લગાવવાના શરૂ થઈ ગયા છે. સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ, તેલંગણા, ગુજરાત અને રાજસ્થાન છે. મહારાષ્ટ્રમાં 167 અને દિલ્હીમાં 165 ઓમિક્રોન કેસ નોંધાયા છે. ઓમિક્રોન હવે પૂર્વોત્તરમાં પણ પહોંચી ગયો છે. સોમવારે મણિપુરમાં ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યા બાદ આ સાથે જ ગોવામાં 8 વર્ષનો બાળક પણ ઓમિક્રોનની ઝપેટમાં આવી ગયો. ઓમિક્રોનના આ જોખમને જોતા કેન્દ્ર સરકારે રાજ્યોને સતર્કતા વર્તવાની સલાહ આપી છે. જો કે આ વાયરસથી દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 186 દર્દી સાજા થઈ ગયા છે.
Omicron સંકટ વચ્ચે મહત્વના સમાચાર: બે રસી CORBEVAX, COVOVAX અને કોરોના દવા Molnupiravir ને મળી મંજૂરી
દેશમાં કોરોનાની સ્થિતિ
દેશમાં ઝડપથી વધી રહેલા ઓમિક્રોન વેરિએન્ટના કેસની સાથે કોરોના સંક્રમિતોમાં પણ ઉતાર ચડાવ ચાલુ છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6,358 કેસ નોંધાયા છે. જ્યારે 6,450 દર્દીઓ રિકવર પણ થયા છે. હાલ દેશમાં 75,456 દર્દીઓ સારવાર હેઠળ છે. રિકવરી રેટ હાલ 98.40% છે.
ઓમિક્રોન પર દાવો
જે રીતે ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે તેને જોતા કેન્દ્ર અને રાજ્ય સરકારોએ લોકો માટે અનેક નિર્દેશો પણ બહાર પાડ્યા છે. જેથી કરીને વાયરસને ફેલાતો અટકાવી શકાય. વિદેશમાં આ વેરિએન્ટે ખરાબ પરિસ્થિતિ સર્જી છે અને એક્સપર્ટ્સનો પણ દાવો છે કે આવનારા દિવસોમાં ભારતમાં પણ આવી સ્થિતિ જોવા મળી શકે છે.
કોંગ્રેસના સ્થાપના દિવસે સોનિયા ગાંધી ફરકાવી રહ્યા હતા ઝંડો....અચાનક આ શું થઈ ગયું? જુઓ Video
શું કહે છે એક્સપર્ટ્સ
કૃષ્ણા ઈન્સ્ટિટ્યૂટ્સ ઓફ મેડિકલ સાયન્સિસ (KIMS) હૈદરાબાદના ડાઈરેક્ટર ડોક્ટર સંબિતના જણાવ્યાં મુજબ ભારતમાં જાન્યુઆરી 2022ના અંત સુધીમાં કોવિડ-19ના કેસમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. તેમણે ANI ને જણાવ્યું કે 'જાન્યુઆરીના અંત સુધીમાં કોરોનાના કેસ વધવાની શક્યતા છે. કારણ કે આપણે દુનિયાથી અલગ નથી. સમગ્ર દુનિયા જે પડકારનો સામનો કરી રહી છે તેનો આપણે પણ સામનો કરવો પડશે.'
ડોક્ટર સંબિતે કહ્યું કે હજુ સુધી આપણે કોવિડ-19ના કેસમાં વૃદ્ધિ જોઈ નથી. પરંતુ હવે તે ધીરે ધીરે વધે છે. આપણે એ નિશ્ચિત રીતે ન કરી શકીએ કે આ ઓમિક્રોનના કારણે થઈ રહ્યું છે કે પછી ડેલ્ટાના કારણે કારણ કે તેના માટે જેનેટિક ટેસ્ટિંગની જરૂર છે. તેમાંથી મોટાભાગના લોકોને તાવ, માથાનો દુ:ખાવો, બંધ નાક અને ઉધરસની સમસ્યા થઈ રહી છે. હજુ સુધી આપણે એવા દર્દી નથી જોયા કે જેને શ્વાસ લેવામાં તકલીફ પડવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હોય.
ત્રીજી લહેરની આશંકા
ડોક્ટરે કહ્યું કે 'ભારતમાં જલદી કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. હોસ્પિટલોમાં ઓક્સીજન, રસી અને દવાઓ જેવી તમામ ચિકિત્સા સુવિધાઓની વ્યવસ્થા કરી લેવાઈ છે. દુનિયા જે ચીજનો સામનો હાલ કરી રહી છે, આવનારા દિવસોમાં આપણે પણ તેનો સામનો કરીશું.' દિલ્હીમાં કોરોનાના ઝડપથી વધતા કેસ પર મહામારી એક્સપર્ટ ગિરિધર આર બાબુનું કહેવું છે કે માત્ર તહેવારોના કારણે કેસ વધતા નથી પરંતુ તેના માટે વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી વેરિએન્ટ ઓફ કન્સર્ન જાહેર કરાયેલો ઓમિક્રોન પણ જવાબદાર છે. ઓમિક્રોનના કારણે આવનારા બે દિવસમાં તેની સંખ્યા વધી શકે છે.
UP: 200 કરોડનો માલિક ખખડધજ સ્કૂટર કેમ ચલાવતો હતો? લાઈફસ્ટાઈલ જાણીને ચોંકી જશો
તેમણે કહ્યું કે ભારતમાં કોવિડના કેસમાં અચાનક વધારો થશે અને પછી તેનો ગ્રાફ ધીરે ધીરે પડવા લાગશે. ભારતમાં કોવિડના સૌથી વધુ કેસ 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી વચ્ચે આવી શકે છે. જે લોકોએ રસી નથી લીધી અને કોવિડથી સંક્રમિત પણ નથી થયા તેમને સંક્રમણનું જોખમ વધુ રહેશે.
એક અન્ય એક્સપર્ટે કહ્યું કે કોરોના વાયરસ સંક્રમણના કેસ અને પોઝિટિવિટી રેટમાં વધારો જોવા મળશે પરંતુ તેનાથી વધુ લોકોના જીવ જશે નહીં. સફદરજંગ હોસ્પિટલમાં કમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટના પ્રમુખ ડોક્ટર જુગલ કિશોરે કહ્યું કે અમે કહી શકીએ છીએ કે 60 થી 70 ટકા કોવિડ કેસ ઓમિક્રોનના કારણે હોઈ શકે છે. જ્યારે બાકીના માટે અન્ય વેરિએન્ટ જવાબદાર હોઈ શકે છે. સંક્રમણ સોશિયલ ડિસ્ટન્સિંગ ન થઈ શકવાના કારણે ઝડપથી ફેલાય છે. ઠંડીમાં લોકો બંધ રૂમમાં રહે છે અને એકબીજા સાથે મુલાકાત કરે છે, આવા સમયમાં ઈન્ફ્લૂએન્ઝાના કેસ પણ વધે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube