નવી દિલ્હીઃ કોરોના સંકટ પર વિપક્ષ નેતાઓની એક મોટી બેઠક શુક્રવારે 3 કલાકે યોજાશે. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, એનસીપી નેતા શરદ પવાર, ડીએમકે નેતા એમકે સ્ટાલિન સહિત 18 રાજકીય પાર્ટીઓના નેતા સામેલ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિપક્ષની આ બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી કરશે. કોંગ્રેસ તરફથી ગુલામ નબી આઝાદ અને એકે એન્ટોની પણ બેઠકમાં ભાગ લેશે. તૃણમૂલ કોંગ્રેસ તરફથી બેઠકમાં ડેરેક ઓ બ્રાયન પણ હશે. પરંતુ મમતા બેનર્જી થોડા સમય બાદ સામેલ થશે. મહત્વનું છે કે કાલે મમતા બેનર્જી પીએમ મોદીની સાથે બંગાળમાં તોફાન પ્રભાવિત ક્ષેત્રનું હવાઈ સર્વેક્ષણ કરશે. 


માનવામાં આવી રહ્યું છે કે બેઠકમાં કોરોના અને લૉકડાઉનને લઈને મોદી સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાં વિશે વાત થશે અને સરકાર તરફથી રાજ્ય સરકારો સાથે થઈ રહેલા વર્તાવ પર ચર્ચા થશે. 


57 દિવસ બાદ શુક્રવારે દિલ્હીથી બહાર જશે પીએમ, લૉકડાઉનમાં કર્યું આ કામ


બેઠકમાં રાષ્ટ્રીય લોક દળના અધ્યક્ષ અજીત સિંહ, એનસીપી પ્રમુખ શરદ પવાર અને સીતારામ ચેયુરી જેવા નેતા પણ સામેલ થશે. આ સિવાય જનતા દળ (સેક્યુલર)ના એચડી દેવગૌડા અને એનસીપીના ફારૂખ અબ્દુલ્લા અથવા ઉમર અબ્દુલ્લા સામેલ થઈ શકે છે. આ બેઠકમાં આમ આદમી પાર્ટી તરફથી કોઈ સામેલ થવાનું નથી. સૂત્રો પાસેથી માહિતી મળી છે કે આપને આ બેઠક માટે આમંત્રણ મળ્યું નથી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube