દેશમાં રિકવર થનારાની સંખ્યા 8 લાખથી વધુ, માસ્ક-પીપીઈ કિટને નષ્ટ કરવાની નવી ગાઇડલાઇન જાહેર
11 માર્ચે દેશમાં કોરોનાથી પ્રથમ મોત થયું હતું. ત્યારાબાદ 135 દિવસની અંદર 30 હજાર લોકો જીવ ગુમાવી ચુક્યા છે. અત્યાર સુધી 30 હજાર 611 મૃત્યુ થયા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 12 લાખ 84 હજાર 638 થઈ ગઈ છે. આ વચ્ચે રાહતની વાત છે કે રિકવર થનારા દર્દીઓનો આંકડો પણ 8 લાખને પાર થઈ ગયો છે. અત્યાર સુધી 8 લાખ 14 હજાર 912 લોકો સાજા થઈ ગયા છે. જ્યારે 4 લાખ, 38 હજાર 708 લોકોની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org પ્રમાણે છે.
આ વચ્ચે ખરાબ સમાચાર છે કે મૃત્યુ પામનારનો આંકડો ગુરૂવારે 30 હજારને પાર થઈ ગયો છે. 11 માર્ચે દેશમાં કોરોનાથી પ્રથમ મોત થયું હતું. ત્યારાબાદ 135 દિવસની અંદર 30 હજાર લોકો જીવ ગુમાવી ચુક્યા છે. અત્યાર સુધી 30 હજાર 611 મૃત્યુ થયા છે. હવે ભારત વિશ્વમાં સાતમો દેશ થઈ ગયો છે, જ્યાં સૌથી વધુ મૃત્યુ થયા છે. આંકડા પ્રમાણે જુઓ તો ભારતમાં દર 10 લાખની વસ્તીમાં 22 લોકોના મોત થયા છે.
કોવિડ વેસ્ટ મટિરિયર નષ્ટ કરવાની નવી ગાઇડલાઇન
સેન્ટ્રલ પોલ્યૂશન કંટ્રોલ બોર્ડે કોવિડ 19ની સારવારમાં લીધેલા ફેસ માસ્ક, ગ્લવ્સ, પીપીઈ કિટ તથા અન્ય વેસ્ટ મટિરિયલને નસ્ટ કરા માટે નવી ગાઇડલાઇન જારી કરી છે. નિષ્ણાંતો અનુસાર, દરરોજ દરેક રાજ્યમાં સરેરાશ 2થી 3 ટન કોવિડ વેસ્ટ નિકળી રહ્યો છે. તેનું નિરાકરણ યોગ્ય રીતે કરવું જરૂરી છે.
Corona Update: રેકોર્ડ 1078 કેસ, 28 મૃત્યુ, 718 ડિસ્ચાર્જ, કુલ સંક્રમિતોની સંખ્યા 52 હજારને પાર
ગાઇડલાઇન પ્રમાણે કોવિડ-19ના પ્રયોગમાં લીધેલા બધા માસ્ક, ગ્લવ્સ, પીપીઈ કિટ તથા અન્ય વેસ્ટ મટિરિયલને કાપીને 72 કલાક કોઈ પેપરમાં વીટવા પડશે. ત્યારબાદ તેને ડિસ્પોઝ કરવા પડશે.
ચેન્નઈમાં શરૂ થઈ પ્લાઝમા બેન્ક
રાજધાની દિલ્હી, અમદાવાદ બાદ દેશમાં હવે પ્લાઝમા બેન્ક ચેન્નઈમાં શરૂ કરવામાં આવી છે. રાજ્યના પ્રિન્સિપલ હેલ્થ સેક્રેટરી જે. રાધાકૃષ્ણને જણાવ્યુ કે, કોરોના દર્દીઓની સારવાર માટે પ્લાઝમા થેરેપીના ઉપયોગથી સારા પરિણામો સામે આવ્યા છે. તેને જોતા તમિલનાડુ સરકારે પ્લાઝમા બેન્ક તૈયાર કરી છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube