નવી દિલ્હીઃ કોરોના વાયરસ ફેલાવાની ગતિમાં વધારો થઈ રહ્યો છે. શનિવારે 563 નવા કેસ સામે આવ્યા છે. તેમાં સૌથી વધુ 145 રિપોર્ટ મહારાષ્ટ્રથી પોઝિટિવ આવ્યા છે. અહીં શનિવારે છ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તો રવિવારે પણ બે લોકોના મોત થયા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 3678 થઈ ગઈ છે. આ આંકડા covid19india.org વેબસાઇટ પ્રમાણે ચે. પરંતુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, કુલ સંક્રમિતોની સંખ્યા 3 હજાર 374 થઈ ગયા છે. તેમાંથી 213 સ્વસ્થ થયા તો 77 લોકોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીઆરપીએફના ડીજીએ ખુદને ક્વોરેન્ટાઇન કર્યાં
સીઆરપીએફના ડીજી એપી માહેશ્વરીએ ખુદને ક્વોરેન્ટાઇન કરી લીધા છે. તે એક ડોક્ટરના ઇનડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવ્યા હતા, જે હાલમાં પોઝિટિવ આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, સીઆરપીએફના એક ઓફિસર 31 માર્ચે સંક્રમિત થયા હતા. તેના સંપર્કમાં આવનારા તમામ જવાનોને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. 


વાયુસેનાના 3 જવાન ક્વોરેન્ટાઇન, તેમાંથી એક નિઝામુદ્દીન વિસ્તારમાં ગયો હતો
વાયુસેનાના 3 જવાનોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમાંથી એક મધ્ય માર્ચમાં નિઝામુદ્દીન વિસ્તારમાં ગયો હતો. આ દરમિયાન ત્યાં તબલિગી જમાતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. પરંતુ વાયુસેનાએ કહ્યું કે, તે જવાન આ કાર્યક્રમમાં સામેલ થયો હતો કે નહીં, તે તપાસનો વિષય છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે, દેશભરમાં તબલિગી જમાત સાથે જોડાયેલા આશરે 22 હજાર લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. 


કોરોનાના દોસ્ત બનેલી તબલિગી જમાતે ભારતના સામાજિક સૌહાર્દને ઠેસ પહોંચાડી 


અહીં જુઓ દેશનો આંકડો, ક્યાં કેટલા દર્દી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર