ચેન્નાઈ: IIT Madras માં કોરોના (Corona Virus) નો કેર જોવા મળ્યો છે. છેલ્લા બે અઠવાડિયામાં કોરોનાના 71 કેસ સામે આવ્યા છે. જેમાંથી 66 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. લાઈબ્રેરી, લેબ બધુ બંધ કરી દેવાયું છે. કેમ્પસમાં અસ્થાયી રીતે લોકડાઉન લાગ્યું છે. સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યાં મુજબ રવિવારે કેમ્પસમાં કોરોના વાયરસના નવા 32 કેસ આવ્યા. આવનારા દિવસોમાં આ સંખ્યા વધી શકે છે. તામિલનાડુ સરકારે કેમ્પસમાં હાજર તમામ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાવવાના નિર્દેશ આપ્યા છે. આઈઆઈટી મદ્રાસે રવિવારે અધિકૃત નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તમામ વિભાગોને તત્કાળ પ્રભાવથી બંધ કરી દેવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાને હરાવી ચૂકેલા દર્દીઓ પર હવે નવી જીવલેણ બીમારીનું જોખમ, 2 લોકોના મૃત્યુ


સ્વાસ્થ્ય સચિવ જે. રાધાકૃષ્ણનનું કહેવું છે કે સ્વાસ્થ્ય અધિકારી આઈઆઈટી મદ્રાસ કેમ્પસમાં ફેલાયેલા કોરોના સંક્રમણ પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે અમને લાગે છે કે કોમન મેસ સંક્રમણનું મુખ્ય કારણ છે. અહીં તમામ વિદ્યાર્થીઓ ભેગા થતા હતા. અમે ઈન્સ્ટિટ્યૂટની મેસને બંધ કરવાની અને છાત્રાવાસમાં સીધી ફૂડ ડિલિવરી કરવાની સલાહ આપી છે. કેમ્પસમાં રહેલા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ચેન્નાઈ કોર્પોરેશન પણ તેમા સહયોગ આપશે. 


અધિકૃત ડેટા મુજબ હાલ કેમ્પસમાં 774 વિદ્યાર્થીઓ છે. છાત્રો માટે 9 હોસ્ટલ છે અને એક ગેસ્ટ હાઉસ છે. જ્યાં કોરોના સંક્રમણ ફેલાયું છે. 408 વિદ્યાર્થીઓના સેમ્પલ લેવાઈ ચૂક્યા છે. કૃષ્ણા હોસ્ટલમાં સૌથી વધુ 22 જ્યારે જમુના હોસ્ટલમાં 20 કેસ સામે આવ્યા છે. 


કોરોનાકાળમાં આ 5 સૂપ પીઓ અને રહો એકદમ 'હિટ એન્ડ ફીટ'


વિદ્યાર્થીઓએ કેમ્પસ પ્રશાસન પર લગાવ્યા આરોપ
કેટલાક વિદ્યાર્થીઓએ કેમ્પસ પ્રશાસન પર બેદરકારી વર્તવાનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે કેમ્પસમાં ફક્ત એક જ મેસ ચાલુ છે. વિદ્યાર્થીઓ પાસે હોસ્ટલ ખાલી કરાવવામાં આવી રહી છે. કોરોના કેવી રીતે ફેલાયો તે તો ખબર નથી પરંતુ દિવસમાં સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓને  કેમ્પસમાં ઘૂમવાની મંજૂરી છે. જે સંક્રમણનું કારણ હોઈ શકે છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube