કોરોના વાયરસ પર એક્શનમાં પીએમ મોદી, તમામ રાજ્યોના CM અને સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે કરશે વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને કોરોના વાયરસના મુદ્દે સંબોધિત કરશે. આ સિવાય તેઓ તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો અને સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે સીધી વાત પણ કરશે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 8 કલાકે રાષ્ટ્રને સંબોધિત કરશે. દેશમાં આ વાયરસના મામલા ઝડપથી વધી રહ્યાં છે અને અત્યાર સુધી 170 પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. દેશવાસીઓ સાથે વાત કરવા સિવાય વડાપ્રધાન શુક્રવારે સાંજે તમામ રાજ્યોના મુખ્યપ્રધાન અને સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરશે. આ દરમિયાન રાજ્યોમાં કોરોનાને લઈને કરવામાં આવી રહેલી તૈયારીઓ, સુવિધાઓ પર ચર્ચા થઈ શકે છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ ગુરૂવારે બપોરે કહ્યું, 'તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો અને સ્વાસ્થ્ય પ્રધાનો કાલે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોરોના વાયરસના મામલે વાત કરશે.'
ઉલ્લેખનીય છે કે દેશમાં સતત કોરોના વાયરસના વધતા મામલાથી કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને અપીલ કરી રહ્યાં છે કે તે ખુલામાં ન જાય, ઘરમાં રહે અને વધુ સાવચેતી રાખે.
આ 3 ભૂલથી સૌથી પહેલા ફેલાય છે કોરોના, નહિ વાંચો તો પસ્તાવો થશે
મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ
દેશમાં અત્યાર સુદી મહારાષ્ટ્રમાં સર્વાધિક કેસ સામે આવ્યા છે, રાજ્યમાં આંકડો 50ની નજીક પહોંચી ગયો છે. ગુરૂવારે પણ મુંબઈમાં બે યુવતીઓમાં કોરોનાના લક્ષણ પોઝિટિવ આવ્યા છે. સતત વધી રહેલા મામલા વચ્ચે મહારાષ્ટ્રમાં સિનેમા હોલ, શાળા, કોલેજ, મોલ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube