આ 3 ભૂલથી સૌથી પહેલા ફેલાય છે કોરોના, નહિ વાંચો તો પસ્તાવો થશે

કોરોના વાયરસ (Corona Virus) ફેલાઈ રહ્યો છે અને આ વાયરસ ઝડપથી લોકોને પોતાના શિકાર બનાવી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે, તમારી લાપરવાહી જ કોરોના વાયરસ સંક્રમણને ફેલાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે. દરેક માધ્યમથી સંદેશ પહોંચાડ્યા છતાં તમે અજાણતા કેટલીક ભૂલો કરી બેસો છે. આજે અમને તમને આ ભૂલો વિશે જણાવીશું. જેને કારણે તમે સંક્રમિત થવાથી બચી શકો છો.
આ 3 ભૂલથી સૌથી પહેલા ફેલાય છે કોરોના, નહિ વાંચો તો પસ્તાવો થશે

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Corona Virus) ફેલાઈ રહ્યો છે અને આ વાયરસ ઝડપથી લોકોને પોતાના શિકાર બનાવી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે, તમારી લાપરવાહી જ કોરોના વાયરસ સંક્રમણને ફેલાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે. દરેક માધ્યમથી સંદેશ પહોંચાડ્યા છતાં તમે અજાણતા કેટલીક ભૂલો કરી બેસો છે. આજે અમને તમને આ ભૂલો વિશે જણાવીશું. જેને કારણે તમે સંક્રમિત થવાથી બચી શકો છો.

વિધાનસભામાં મોટી હલચલ, મહેશ વસાવાની પાછળ પાછળ ગૃહ છોડીને નીકળ્યા સીએમ રૂપાણી

હાથ ન મિલાવો
તમે હજી પણ કોઈને ને કોઈને રોજ મળી રહ્યા છો. તો જાણતા અજાણતા લોકોને હાથ મિલાવી રહ્યાં છો. પછી તમને લાગે છે કે હાથ મિલાવવામાં શું જાય છે. પરંતુ કોરોના વાયરસ ફેલાવાનું સૌથી મોટું કારણ હાથ મિલાવવું છે. યાદ રાખો કે, અમેરિકા અને ઈટલી જેવા દેશોમાં કોરોના વાયરસ ફેલાવાનું સૌથી મોટું કારણ તેમનું હાથ મિલાવવું અને ગળે મળવાનું છે. આ કારણે જ યુરોપીય દેશોમાં સરકારોએ અભિવાદન માટે આ બંને ચીજોથી દૂર રહેવાનું કહ્યું છે. તમારે હાલ કોઈ પણ સમયે કોઈને પણ મળતા સમયે હાથ જોડીને નમસ્કાર કરવાની સલાહ આપવામાં આવે છે. આ આપણી સંસ્કૃતિ પણ છે અને તેમાં તમને અજીબ લાગવું ન જોઈએ. અત્યાર સુધી ભારતમાં કોરોના વાયરસથી લગભગ 163 કેસ સામે આવ્યા છે. 

શારજાહથી સુરત આવેલી ફ્લાઈટનાં 48 મુસાફરોનું બે વખત સ્ક્રિનિંગ કરાયું

છીંકતા સમયે હાથનો ઉપયોગ ન કરો
અત્યાર સુધી આપણને સ્કૂલ અને પરિવારમાં એવુ શીખવાડવામાં આવ્યું છે કે, જ્યારે છીંક આવે તો હાથને મોઢા સામે રાખી દો, જેથી બીજાને તેની અસર ન થાય. પરંતુ હવે ડોક્ટરો પણ સલાહ આપી રહ્યાં છે કે છીંકતા સમયે કોઈ રૂમાલ કે કપડાનો ઉપયોગ ન કરો. ભૂલથી પણ તમારી છીંકને હાથથી ન રોકો. હકીકતમાં, કોરોના વાયરસતી બચવા માટે હાથને ચહેરાથી દૂર રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. આવામાં છીંકતા સમયે તમે આખા ચહેરા પર જાણતા-અજાણતા હાથ ફેલાવી દે છે. બસ, આટલા સમયમાં જ વાયરસ તેનું કામ કરી લે છે. 

મક્કાથી પરત ફરેલા રાજકોટના શખ્સ કોરોનાના ઘેરામાં આવ્યા, બીજા 17ને પણ કોરેન્ટાઈન કરાયા

લિફ્ટમાં આંગળીઓથી બટન દબાવવું
આ સૌથી કોમન ભૂલમાંથી એક ભૂલ છે. તમે લિફ્ટના બટનને તમારી આંગળીઓથી દબાવો છો. જ્યારે કે સૌને માલૂમ છે કે, પ્લાસ્ટિક અને સ્ટીલમાં કોરોના વાયરસમાં 72 કલાક જીવતો રહી શકે છે. કોરોના વાયરસ ફેલાવવામાં લિફ્ટના બટનનો સૌથી મોટો રોલ છે. 

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના પૂર્વ અધ્યક્ષ ડો. કેકે અગ્રવાલનું કહેવું છે કે, સામાન્ય લોકો દર વખતે એવી ભૂલ કરી બેસે છે, જેનાથી વાયરસ ફેલાવવાનો સૌથી વધુ ખતરો છે. ધ્યાન રાખો કે, વાયરસ નજર નથી આવતા. તેથી સાવધાન રાખવી જ સૌથી સચોટ બચાવ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news