નવી દિલ્હીઃ કોરોના વાયરસનો વ્યાપ હવે રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી ગયો છે. પ્રેસિડેન્ટ એસ્ટેટમાં પોતાના પરિવાર સાથે રહેતા એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારબાદ સંપૂર્ણ રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં હડકંચ મચી ગયો છે. તેનાથી મોટી ચિંતાની વાત છે કે આ મહિલાનો પતિ રાષ્ટ્રપતિ ભવનમાં જ કામ કરનારા અન્ડર સેક્રેટરી લેવલના એક આઈએએસ અધિકારીની ઓફિસમાં કામ કરતો હતો. તેને જોતા અધિકારીએ સાવચેતીના ભાગરૂપે ખુદને ક્વોરેન્ટાઇન કરી લીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11 લોકોને સાવધાનીના ભાગ રૂપે ક્વોરેન્ટાઇન કરાયા
કોરોના પોઝિટિવ આવેલી મહિલાને સારવાર માટે આરએમએલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે તેના પતિ અને પરિવારના અન્ય સભ્યો સિહાય પાડોસના બે અન્ય ઘરોમાં રહેતા કુલ 11 લોકોને પણ હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવાના આદેશ અપાયા છે. જાણવા મળી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં કામ કરનારા 100થી વધુ સફાઇકર્મી, માળી તથા દેખરેખ કરનાર અન્ય લોકો પણ આ દરમિયાન મહિલાના પતિના સંપર્કમાં આવ્યા હતા. તે બધાને સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે. આ મામલો સામે આવ્યા બાદ રાષ્ટ્રપતિ ભવનને વધુ સતર્ક કરી દેવાયું છે. 


સાસુના સંપર્કમાં આવવાથી મહિલાને થયો કોરોના
વહીવટી સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર, પ્રેસિડેન્ટ એસ્ટેટમાં રહેનાર જે મહિલાનો કોરોના પોઝિટિવ આવ્યો છે, તેના સાસુનું થોડા દિવસ પહેલા કોરોનાના કારણે મોત થયું હતું. તે મોટા હિંદૂરાવ વિસ્તારમાં રહેતી હતી. જાણવા મળ્યું કે કોરોના પીડિત સાસુના સંપર્કમાં આવવાથી મહિલા પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. સ્વાસ્થ્ય ખરાબ થવા અને કોરોનાના લક્ષણ જોવા મળ્યા બાદ મહિલાનો ટેસ્ટ કરવામાં આવ્યો અને રવિવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તો આ સમાચાર પૂરા પ્રેસિડેન્ટ એસ્ટેટમાં ફેલાય ગયા હતા. 


કોરોના પોઝિટિવ મહિલાને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી
ત્યારબાદ ઉતાવળમાં પોલીસ અને તંત્ર ત્યાં પહોંચ્યું અને મહિલા તથા તેના પરિવારના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. તે મહિલાની પુત્રીમાં પણ હળવા લક્ષણો જોવા મળ્યા પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મહિલામાં પણ કોરોનાના હળવા લક્ષણ જોવા મળ્યા હતા, ત્યારબાદ તેને બિરલા મંદિર સ્થિત સ્વાસ્થ્ય કેન્દ્રમાં રાખવામાં આવી હતી, પરંતુ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર