નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર વાવાઝોડાની જેમ ફેલાઈ રહી છે. 24 કલાકમાં 1.84 લાખ લોકો સંક્રમિત થયા છે અને 1 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ એક દિવસમાં નોંધાયેલા કેસનો રેકોર્ડ છે. થોડા સમય પહેલા જ્યાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1.5 લાખથી ઓછી થઈ ગઈ હતી તે વધીને 13 લાખને પાર થઈ ગઈ છે. પરંતુ દેશમાં 9 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે, જ્યાં કોરોનાની બીજી લહેરની ખાસ અસર જોવાવ મળી નથી. તેમાં કુલ દર્દીઓની સંખ્યા હજુ 500થી ઓછી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાજ્યોમાં સૌથી વધુ દર્દી
સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે, જ્યાં છેલ્લા ઘણા દિવસથી 50થીવ 60 હજાર લોકો સંક્રમિત મળી રહ્યાં છે. અહીં એક્ટિવ કેસની સંખ્યા આશરે 6 લાખ સુધી પહોંચી ગઈ છે, જ્યારે આ વાયરસને કારણે રાજ્યમાં અત્યાર સુધી 58 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. એક્ટિવ કેસના મામલામાં છત્તીસગઢ બીજા સ્થાને છે, જ્યાં 1,09,139 દર્દીઓની સારવાર ચાલી રહી છે.


આ પણ વાંચોઃ દેશમાં વેક્સિન ચોરીની પ્રથમ ઘટના, આ રાજ્યની સરકારી હોસ્પિટલમાંથી 320 ડોઝની ચોરી


ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને છે, જ્યાં 95980 એક્ટિવ કેસ છે. ત્યારબાદ કર્ણાટકમાં 78,636, કેરલમાં  52,450, તમિલનાડુમાં 49,985, મધ્ય પ્રદેશમાં 43,539, દિલ્હીમાં 43,510, રાજસ્થાનમાં 40,690,  ગુજરાતમાં 34,555, પશ્ચિમ બંગાળમાં  29,050, પંજાબમાં  28,184, આંધ્રમાં 25850, તેલંગણામાં 35459 અને હરિયાણામાં 24,207 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 


આ રાજ્યોમાં ઓછા છે કેસ
પરંતુ પ્રથમ લહેરની જેમ આ વખતે પણ ઘણા એવા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે જ્યાં એક્ટિવ કેસની સંખ્યા 500થી ઓછી છે. તેમાં નોર્થ ઈસ્ટના ઘણા રાજ્ય સામેલ છે. અરૂણાચલ પ્રદેશમાં આ સમયે કોરોનાના માત્ર 55 દર્દી છે તો લક્ષદ્વીપમાં 86, અંડમાન અને નિકોબાર આઈલેન્ડમાં 93 એક્ટિવ કેસ છે. મણિપુરમાં 118, નાગાલેન્ડમાં 174 અને સિક્કિમમાં 175 દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ સિવાય મિઝોરમમાં 204, મેઘાલયમાં 270, ત્રિપુરામાં 312 એક્ટિવ કેસ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube