સુધીર ચૌધરી, નવી દિલ્હી: કોરોના વાયરસના નવા કેસની સંખ્યા બુધવારે વધીને 3.48 લાખ થઈ ગઈ. ચિંતાની વાત એ છે કે મૃતકોનો આંકડો ખુબ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 4205 લોકોના મોત થયા. એક દિવસમાં આ સૌથી વધુ મોતની સંખ્યા છે. આથી અમે તમને સૌથી પહેલા આ આંકડા જણાવ્યાં, કારણ કે આ આંકડામાં દેશનું હાલનું સંકટ છૂપાયેલું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં સંક્રમણની ગતિ થમી રહી નથી કારણ કે હવે કોરોના વાયરસ શહેરોમાંથી ગામડાઓમાં ફેલાઈ રહ્યો છે. હાલ 13 એવા રાજ્યો છે જ્યાં શહેરોથી સંક્રમણ ગામડાઓમાં પ્રસરી રહ્યું છે. જેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, બિહાર અને મધ્ય પ્રદેશ મુખ્ય રાજ્ય છે. એટલે કે સંક્રમણના નવા કેસમાં આ તમામ રાજ્યોના ગ્રામીણ વિસ્તારોએ શહેરી વિસ્તારોને પાછળ છોડ્યા છે. સ્થિતિ કોઈ મોટા સંકટ તરફ ઈશારો કરી રહી છે. હાલ આ 13 રાજ્યોના ગામડાઓમાં કોરોના વાયરસ શહરો કરતા વધુ પ્રસરી રહ્યો છે. આ આંકડા તેનો  આધાર છે. 


શહેર કરતા ગામડાઓમાં વધુ ફેલાઈ રહ્યો છે કોરોના
મહારાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં પ્રતિદિન કોરોના સંક્રમણના નવા કેસની સંખ્યા લગભઘ 24 હજાર છે. જ્યારે ગામડાઓમાં આ આંકડા 30 હજારથી વધુ છે. એ જ રીતે ઉત્તર પ્રદેશના ગામડાઓમાં શહેરો કરતા બમણાથી પણ વધુ નવા કેસ રોજ મળી રહ્યા છે. રાજસ્થાનના ગામડાઓમાં તો દરરોજ સરેરાશ 12 હજાર 640 લોકો સંક્રમિત થઈ રહ્યા છે. જ્યારે શહેરોમાં આ આંકડો 5 હજારની આજુબાજુ છે. આવા જ કઈક હાલ હરિયાણા, છત્તીસગઢ, બિહાર, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ઝારખંડ, જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશના છે. એટલે કે આ એવા રાજ્યો છે જ્યાં હવે કોરોના શહેરો કરતા  ગામડાઓમાં વધુ ફેલાઈ રહ્યો છે. 


દાવો: કોરોનાના દર્દીઓને જલદી સાજા કરી દે છે આ સ્વદેશી દવા 2-deoxy-D-glucose, જાણો વિગતો


11 રાજ્યોમાં સૌથી ઝડપથી ફેલાઈ રહ્યું છે સંક્રમણ
સમજવા જેવી વાત છે કે આ હાલાત ત્યારે છે જ્યારે અનેક ગામડાઓમાંથી એવા સમાચારો આવી રહ્યા છે કે ત્યાંના લોકો કે જેમનામાં કોરોનાના લક્ષણ છે તેઓ કોરોના ટેસ્ટ કરાવતા જ નથી. સમગ્ર દેશમાં સાડા 6 લાખ ગામડા છે અને આ ગામડાઓમાં 90 કરોડ લોકો રહે છે. આથી આ સ્થિતિ સારી નથી. હવે તમને એવા 11 રાજ્યો વિશે જણાવીએ છીએ કે જ્યાં ગામડાઓમાં સંક્રમણના કેસ પહેલા કરતા વધુ મળી રહ્યા છે. જેમાં પંજાબ સૌથી ઉપર છે. અહીં નવા કેસમાંથ 49 ટકા ગામડાઓમાંથી મળ્યા છે. 


પશ્ચિમ બંગાળ-તામિલનાડુમાં પણ સ્થિતિ વણસી રહી છે
આવી જ કઈક હાલત તામિલનાડુમાં છે. કર્ણાટકમાં આ આંકડો 100માંથી 44 ટકા છે. તેને આ રીતે સમજો કે જો કોઈ રાજ્યમાં એક દિવસમાં 100 નવા દર્દીઓ મળ્યા તો તેમાંથી 44 ગામડામાંથી છે. પશ્ચિમ બંગાળમાં તો સ્થિતિ વધુ ખરાબ છે. ત્યાં 100માંથી 47 ટકા દર્દીઓ હવે ગામડામાંથી મળે છે. આ આંકડાને તમે એ રીતે સમજી શકો કે હવે કોરોના વાયરસ ગામડાઓમાં ફેલાઈ ચૂક્યો છે અને ત્યાં પણ સ્થિતિ ખુબ ખરાબ છે. આ ઉપરાંત યુપી, બિહાર, હરિયાણા, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ઝારખંડ, રાજસ્થાન વગેરે જગ્યાએ સ્થિતિ આવી જ છે. 


આ 4 ગામમાં ફૂટ્યો કોરોના બોમ્બ, 20 દિવસમાં 65થી વધુ લોકોના મોત, અનેક લોકો બીમાર


ગ્રાઉન્ડ રિપોર્ટથી સમજો કેવી છે ગામડાઓમાં સ્થિતિ
ગામડાઓમાં લોકોએ કોરોના ટેસ્ટ કરાવવા માટે 50થી 60 કિલોમીટર દૂર જિલ્લા મુખ્યાલયના કોવિડ સેન્ટરમાં જવું પડે છે અને પ્રાથમિક ચિકિત્સા કેન્દ્રોની હાલત પણ એટલી સારી નથી. તમને યાદ હશે કે બે દિવસ પહેલા જ આપણે ગામડાઓના વિસ્તૃત ગ્રાઉન્ડ રિપોર્ટને દર્શાવ્યો હતો. આજે પણ અહીં દેશના એવા આંતરિયાળ ગામડાઓથી ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરાયો છે જ્યાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. મોટી વાત એ છે કે તેમાંથી અનેક ગામડા એા છે જ્યાં પીવાના પાણી માટે પણ લોકોએ 2-2 કિલોમીટર ચાલીને જવું પડે છે. એટલે કે ગામડાઓમાં લોકોએ જીવવા માટે ઘરની બહાર નીકળવું જ પડે છે. જ્યારે કોરોનાથી બચવા માટે જરૂરી છે કે લોકો ઘરની અંદર રહે. આવામાં ગામડાના લોકો કઈ રીતે આ બીમારી સામે સંઘર્ષ કરી રહ્યા છે અને ત્યાં હાલની સ્થિતિ શું છે તે સમજવા માટે તમારે આ ગ્રાઉન્ડ રિપોર્ટ જોવો જરૂરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube