દેશ કોરોનાના ભરડામાં, કન્ફર્મ કેસનો આંકડો 1લાખ 45 હજારને પાર, 1 મેની સરખામણીએ ચાર ગણા વધ્યા કેસ
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના સંક્રમણના સૌથી વધુ કેસ સામે આવ્યાં. છેલ્લા 24 કલાકમાં 6535 નવા કેસ સામે આવ્યાં બાદ દેશમાં કોરોના સંક્રમણનો આંકડો 1 લાખ 45 હજારને પાર કરી ગયો છે.
નવી દિલ્હી: દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના સંક્રમણના સૌથી વધુ કેસ સામે આવ્યાં. છેલ્લા 24 કલાકમાં 6535 નવા કેસ સામે આવ્યાં બાદ દેશમાં કોરોના સંક્રમણનો આંકડો 1 લાખ 45 હજારને પાર કરી ગયો છે. એક મે બાદ કોરોનાના કેસની સંખ્યા ચાર ગણી થઈ ગઈ છે. આ દિવસથી જ પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી.
દેશમાં કોવિડ 19ના ચેપથી મૃત્યુઆંક 4167 પર પહોંચ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 6535 નવા કેસ નોંધાયા છે અને આ સાથે દેશભરમાં કોરોનાના કેસનો આંકડો 1,45380 પર પહોંચ્યો છે. જેમાં 80722 એક્ટિવ કેસ છે જ્યારે 60,490 લોકો ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. સોમવારે સવારે આઠ વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં 154 લોકોના મોત થયા છે. પહેલી મેની સરખામણમાં ત્રણગણો કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે. સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ અને દિલ્હી છે જ્યાં સતત કોરોનાના નવા કેસ સામે આવી રહ્યાં છે. જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા અને ઝારખંડમાં પણ રોગીઓની સંખ્યા અન્ય રાજ્યોમાંથી વિશેષ ટ્રેનો દ્વારા પ્રવાસીઓી વાપસી શરૂ થતા પહેલા નોંધાયેલી સંખ્યા કરતા દસ ગણી વધી ગઈ છે.
કોરોનાથી મહારાષ્ટ્ર ખરાબ રીતે પ્રભાવિત, કેરળને કરી ડોક્ટર અને નર્સ મોકલવાની અપીલ
નાગાલેન્ડમાં કોવિડ 19ના પ્રથમવાર 3 કેસ સામે આવ્યાં
નાગાલેન્ડમાં સોમવારે કોવિડ 19ના પહેલીવાર 3 કેસ આવ્યાં. અહીં ચેન્નાઈથી વિશેષ ટ્રેન દ્વારા પાછા ફરેલા બે પુરુષો અને એક મહિલામાં કોરોનાનો ચેપ જોવા મળ્યો છે. ભારતમાં કોરોના વાયરસનો પહેલો કેસ જાન્યુઆરીના અંતમાં જોવા મળ્યો હતો. પરંતુ નાગાલેન્ડ અત્યાર સુધી કોરોનામુક્ત હતું.
સ્વાસ્થ્ય મંત્રાલયે પહેલી મેના રોજ સવારે આઠ વાગે પોતાની અપડેટમાં દેશમાં સંક્રમિત રોગીઓની કુલ સંખ્યા લગભગ 35000 ગણાવી હતી. તે દિવસ સુધીમાં 1150 લોકોના મોત થયા હતાં. તે તારીખે 8900 લોકો સાજા થયા હતાં. જ્યારે 25000થી વધુ લોકોની સારવાર ચાલુ હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં સંક્રમિત રોગીઓની સંખ્યા ચારગણી વધી ગઈ છે. મૃત્યુના કેસ પણ ત્રણ ગણા વધ્યા છે. સારવાર કરાવી રહેલા રોગીઓની સંખ્યામાં પણ લગભગ એટલો જ વધારો થયો છે. જો કે સાજા થયેલા દર્દીઓની સંખ્યા તે સ્તરની સરખામણીએ છ ગણી વધી છે. ભારતીય રેલવેએ પહેલી મેથી જ પ્રવાસી શ્રમિકોને તેમના માદરે વતન પહોંચાડવા માટે વિશેષ શ્રમિક ટ્રેનો દોડાવવાનું શરૂ કર્યું હતું.
Corona Update: છેલ્લા 24 કલાકમાં આંકડો 400ને પાર, 30 લોકોના મૃત્યુ, 224 ડિસ્ચાર્જ
મહારાષ્ટ્રમાં કેસ 52000ને પાર
દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે. જ્યાં 2436 નવા કેસ સામે આવ્યાં છે. સોમવારે સંક્રમણથી 60 લોકોના મોત થયાં. રાજ્યમાં કોરોનાના કુલ 52,667 કેસ તથા મૃત્યુ 1695 થયા છે. રાજ્યમાં ઓછામાં ઓછા બે મંત્રીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત ઓછામાં ઓછા 18 પોલીસકર્મીઓના સંક્રમણના કારણે જીવ ગયા. ગુજરાતની પણ સ્થિતિ ખરાબ છે. જ્યાં કોરોનાના 405 કેસ નવા આવ્યાં છે. કુલ દર્દીઓની સંખ્યા 14,468 થઈ છે. અહીં એક દિવસમાં મૃત્યુ થયા છે. કુલ મૃત્યુનો આંકડો 888 પર પહોંચ્યો છે. ગુજરાતથી લગભગ 12 લાખથી વધુ પ્રવાસીઓ અન્ય રાજ્યોમાં જઈ ચૂક્યા છે. જેમાંથી મોટાભાગના બિહાર, ઓડિશા અને ઝારખંડ ગયા છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube