લોકડાઉન 3.0: ટ્રેન-પ્લેન-મેટ્રો રહેશે બંધ, આટલી બાબતોને સરકારે આપી છુટ
દેશમાં કોરોના વાયરસનાં સતત વધી રહેલા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે લોકડાઉન 14 દિવસ માટે વધારી દીધું છે. 17 મે સુધી દેશવ્યાપી લોકડાઉન ચાલુ રહેશે. લોકડાઉન છતા સતત વધી રહેલા કોવિડ 19નાં કેસને જોતા કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં વાહનવ્યવહારની સુવિધાઓ પહેલાની જેમ જ બંધ રહેશે. ટ્રેન અને પ્લેન સેવાઓ ચાલુ નહી કરવામાં આવે. આ પ્રતિબંધ સંક્રમણના ફેલાવો અટકાવવા માટે લગાવવામાં આવી છે. સ્કુલ, કોલેજ, સંસ્થાન, હોસ્પિટૈલિટી સર્વિસ, હોટલ અને રેસ્ટોરન્ટ પણ બંધ રહેશે.
અમદાવાદ : દેશમાં કોરોના વાયરસનાં સતત વધી રહેલા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે લોકડાઉન 14 દિવસ માટે વધારી દીધું છે. 17 મે સુધી દેશવ્યાપી લોકડાઉન ચાલુ રહેશે. લોકડાઉન છતા સતત વધી રહેલા કોવિડ 19નાં કેસને જોતા કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં વાહનવ્યવહારની સુવિધાઓ પહેલાની જેમ જ બંધ રહેશે. ટ્રેન અને પ્લેન સેવાઓ ચાલુ નહી કરવામાં આવે. આ પ્રતિબંધ સંક્રમણના ફેલાવો અટકાવવા માટે લગાવવામાં આવી છે. સ્કુલ, કોલેજ, સંસ્થાન, હોસ્પિટૈલિટી સર્વિસ, હોટલ અને રેસ્ટોરન્ટ પણ બંધ રહેશે.
લોકડાઉન 3.0 : મોદી સરકારે સાહસિક નિર્ણય લેતા લોકડાઉન 17 મે સુધી લંબાવ્યું
લોકોનાં સામુહિક સ્થળ પર મોટા પ્રમાણમાં સંખ્યામાં એકત્ર થવા પર પ્રતિબંધ ચાલુ રહેશે. લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે અને સામુહિક આયોજનોથી દરેક સ્થિતીમાં બચવું પડશે. સરકારી નિર્દેશ અનુસાર જિમ અને સ્પોર્ટ ક્લબ પણ નહી ખોલી શકાય. કોઇ પણ પ્રકારની રાજનીતિક, સાસ્કૃતિક અને સામુદાયિક કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત્ત રહેશે. ધાર્મિક સ્થળો પર પણ પ્રતિબંધ યથાવત્ત રહેશે.
લોકડાઉનમાં ફસાયેલા શ્રમજીવી- વિદ્યાર્થી માટે સ્પેશ્યલ ટ્રેનોની વ્યવસ્થા, મોદી સરકારે આપી પરવાનગી
3 મે સુધી રહેશે લોકડાઉન
કેન્દ્ર સરકારે બીજી વાર લોકડાઉન 3 મે સુધી વધારી હતી. મુખ્યમંત્રીઓની સાથે થયેલી ચોથી વખતની વડાપ્રધાન મોદીની બેઠક બાદથી જ લગાવવામાં આવતા હતા. નવા આદેશ અનુસાર 4 મેથી 17 મે સુધી આ લોકડાઉન 3.0 લાગુ રહેશે. આ દરમિયાન ચાલુ રહેનારી ગતિવિદિઓ માટે ગૃહમંત્રાલયે એડ્વાઇઝરી પણ બહાર પાડી છે.
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 35 હજારને પાર, રિકવરી રેટ 25.37%એ પહોંચ્યો: સ્વાસ્થય મંત્રાલય
ઓરિઝનલ ઝોનમાં લોકડાઉનની સ્થિતી
ઓરેન્જમાં ટેક્સી કેબ એગ્રીગેટર્સને એક ગાડીમાં માત્ર 1 ડ્રાઇવર અને 1 યાત્રીની પરવાનગી આપવામાં આવશે. ઓરેન્જ ઝોનમાં વ્યક્તિઓ અને વાહનોનું અંતર જિલ્લા આવાગમનને માત્ર કેટલીક ગતિવિધિઓ માટે પરવાનગી આપવામાં આવશે. ચાર પૈડાના ડ્રાયવરો ઉપરાંત મહત્તમ 2 યાત્રી રહેશે. રેડ ઝોનમાં મોટા પ્રમાણમાં ગતિવિધિઓની અનુમતી નહી હોય. ગ્રામીણ ક્ષેત્રોમાં તમામ ઔદ્યોગિક અને નિર્માણ ગતિવિધિઓ, જેમાં મનરેગા કાર્ય ખાદ્ય પ્રસંસ્કરણ એકમો અને ઇંટ ભઠ્ઠાનો સમાવેશ થાય છે, તેમને પરવાનગી આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube