Big Breaking: ઓગસ્ટની આ તારીખે લોન્ચ થઈ શકે છે દેશની પ્રથમ કોરોના વેક્સિન COVAXIN
કોરોના (Corona Virus) ના વધતા સંક્રમણ વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યાં છે. 15 ઓગસ્ટના રોજ કોરોનાની કોવેક્સિન(COVAXIN) લોન્ચ થાય તેવા એંધાણ છે. આ વેક્સિનને ફાર્માસ્યુટીકલ કંપની ભારત બાયોટેકે (Bharat Biotech) તૈયાર કરી છે. ભારત બાયોટેક અને ICMR તરફથી વેક્સિન લોન્ચિંગની શક્યતા છે.
નવી દિલ્હી: કોરોના (Corona Virus) ના વધતા સંક્રમણ વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યાં છે. 15 ઓગસ્ટના રોજ કોરોનાની કોવેક્સિન(COVAXIN) લોન્ચ થાય તેવા એંધાણ છે. આ વેક્સિનને ફાર્માસ્યુટીકલ કંપની ભારત બાયોટેકે (Bharat Biotech) તૈયાર કરી છે. ભારત બાયોટેક અને ICMR તરફથી વેક્સિન લોન્ચિંગની શક્યતા છે.
હાલમાં જ કોવેક્સિનને હ્યુમન ટ્રાયલની મંજૂરી મળી છે. IMCR તરફથી બહાર પાડવામાં આવેલા એક પત્ર મુજબ 7 જુલાઈથી હ્યુમન ટ્રાયલ માટે એનરોલમેન્ટ શરૂ થઈ જશે. ત્યારબાદ જો તમામ ટ્રાયલ સફળ થયા તો આશા છે કે 15 ઓગસ્ટ સુધીમાં કોવેક્સિનને લોન્ચ કરવામાં આવી શકે છે. સૌથી પહેલા ભારત બાયોટેકની વેક્સિન માર્કેટમાં આવી શકે છે.
નોંધનીય છે કે તાજેતરમાં હૈદરાબાદની ફાર્મા કંપની ભારત બાયોટેકે દાવો કર્યો હતો કે તેને કોવેક્સિનના ફેઝ 1 અને ફેઝ 2ના હ્યુમન ટ્રાયલ માટે ડીસીજીઆઈની લીલી ઝંડી મળી ગઈ છે. કંપનીએ એમ પણ કહ્યું હતું કે ટ્રાયલનું કામ જુલાઈના પહેલા અઠવાડિયામાં શરૂ કરાશે. ભારત બાયોટેકને વેક્સિન બનાવવાનો જૂનો અનુભવ છે.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube