સિલચર (આસામ): કોરોના વેક્સીનને લઇને બેદરકારીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. આસામના કછાર જિલ્લામાં સ્થિત સિલચર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં શૂન્ય ડિગ્રીથી ઓછા તાપમાનમાં સંગ્રહના કારણે કોવિડ-19 વેક્સીનના 1,000 ડોઝ ફ્રીઝ થઈ ગયા અને બરબાદ થઈ ગયા. પ્રશાસને આ અંગે તપાસના આદેશ આપ્યા છે. એક અધિકારીએ આ જાણકારી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેક્સીનેશન અભિયાન પર નહીં પડે અસર
કછારના ડેપ્યુટી કમિશનર કીર્તિ જલ્લીએ કહ્યું કે વર્તમાનમાં ચાલુ વેક્સીનેશન અભિયાન પર આ બરબાદ ડોઝની અસર નહીં પડે. તેમણે કહ્યું કે, કોવિશીલ્ડ (Covishield) વેક્સીનની 100 શીશીઓ મુખ્ય રીતથી સંગ્રહ સુવિધા અને કોલ્ડ સ્ટોર પ્રબંધનમાં ખામીઓના કારણે ખરાબ થઈ ગઈ. જલ્લીએ કહ્યું કે, જો કે, અમે આ ઘટનાની તપાસ શરૂ કરી છે, જેથી ખામીઓની પાછળનું કારણ જાણ શકાય છે.


આ પણ વાંચો:- ગેરકાયદેસર વેક્સીન લગાવવાથી Chinaમાં ફેલાઈ નવી બીમારી, સંક્રમિતોની સંખ્યા થઈ 1000


જારી થઈ શો કોઝ નોટિસ
તેમણે કહ્યું કે આને કારણે, વેક્સીનેશન અભિયાન અવરોધાય નહીં કારણ કે અમારી પાસે રસીનો પુરતો સ્ટોક છે. આસામમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના ડાયરેક્ટર ડો.એસ. લક્ષ્મણે કહ્યું કે વેક્સીનના સંગ્રહ અને પુરવઠા માટે જવાબદાર લોકોને કારણદર્શક નોટિસ ફટકારી છે.


આ પણ વાંચો:- ભારતમાં છ દિવસમાં 10.5 લોકોએ લીધી રસી, કોરોના ટેસ્ટનો આંકડો 19 કરોડને પાર


બનાવ્યા હતા આ નિયમ
દેશભરમાં ગત શનિવારથી કોરોના વાયરસ વેક્સીન સંચાલનની પ્રક્રિયા શરૂ થઈ છે. કોરોના વેક્સીનેશન પ્રોગ્રામ માટે હેલ્થકેર વર્કર્સને પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યુ હતું. વેક્સીનેશન માટે એક નિયમ બનાવવામાં આવ્યો હતો. મોટાભાગે 10 વેક્સીનની શીશી, એટલે કે 100 ડોઝ, એક દિવસમાં પ્રત્યેક કેન્દ્રને મોકલવામાં આવશે. પરંતુ આસામના સિલચર મેડિકલ કોલેજના મામલે તે નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે આ કારણથી 100 વેક્સીનની શીશી એટલે કે, 1000 ડોઝ બરબાદ થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube