ભારતમાં છ દિવસમાં 10.5 લોકોએ લીધી રસી, કોરોના ટેસ્ટનો આંકડો 19 કરોડને પાર
ભારતમાં કુલ પરીક્ષણોનો આંકડો 19 કરોડ કરતાં વધુ થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 8,00,242 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જેના કારણે ભારતમાં કુલ પરીક્ષણોની સંખ્યા વધીને 19,01,48,024 થઇ ગઇ છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતે વૈશ્વિક મહામારી કોરોના સામે સહિયારી અને મક્કમતાપૂર્ણ જંગમાં નોંધપાત્ર સીમાચિહ્ન પાર કર્યું છે. 22 જાન્યુઆરી, 2021ના રોજ સવારે 7 વાગ્યા સુધીમાં દેશવ્યાપી કોવિડ-19 રસીકરણ કવાયત અંતર્ગત અંદાજે 10.5 લાખ (10,43,534) લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 2,37,050 લોકોને 4,049 સત્રોમાં રસી આપવામાં આવી હતી. આજદિન સુધીમાં કુલ 18,167 સત્રો યોજવામાં આવ્યા છે.
પરીક્ષણ મોરચે પણ ભારતમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. પરીક્ષણોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવેલા વિસ્તરણના પરિણામે ભારતમાં વૈશ્વિક મહામારી સામેની જંગને ખૂબ જ વેગ મળ્યો છે. ભારતમાં કુલ પરીક્ષણોનો આંકડો 19 કરોડ કરતાં વધુ થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 8,00,242 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જેના કારણે ભારતમાં કુલ પરીક્ષણોની સંખ્યા વધીને 19,01,48,024 થઇ ગઇ છે.
સઘન અને વ્યાપક સંખ્યામાં પરીક્ષણોના કારણે પોઝિટીવિટી દરમાં પણ નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. આદે એકંદરે પોઝિટીવિટી દર ઘટીને 5.59% નોંધાયો છે. છેલ્લા કેટલાક સપ્તાહથી સતત જળવાઇ રહેલા વલણના કારણે ભારતમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા ઘટીને 1.78% થઇ ગઇ છે. ભારતમાં કુલ સક્રિય કેસનું ભારણ હાલમાં 1,88,688 છે.
છેલ્લા 24 કલાકમાં નવા 18,002 કેસ સાજા થયા હોવાનું નોંધાયું છે. આના કારણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યામાં 3,620 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.
આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ વધીને 10,283,708 થઇ ગઇ છે જેના કારણે સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત 1,00,95,020 (54.5 ગણો વધારે) થઇ ગયો છે. સાજા થવાનો દર વધીને 96.78% થયો છે. નવા સાજા થયેલામાંથી 84.70% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
સૌથી વધુ સાજા થનારાની સંખ્યા કેરળમાં નોંધાઇ છે જ્યાં એક દિવસમાં વધુ 6,229 દર્દીઓ કોવિડમાંથી સાજા થયા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં અનુક્રમે નવા 3,980 અને 815 દર્દીઓ સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 14,545 દર્દીઓ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે. નવા પોઝિટીવ નોંધાયેલા દર્દીઓમાંથી 84.14% કેસ આઠ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં સૌથી વધુ 6,334 દર્દીઓ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે. મહારાષ્ટ્રમાં વધુ 2,886 જ્યારે કર્ણાટકમાં વધુ 674 દર્દીઓ ગઇકાલે પોઝિટીવ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયેલા વધુ 163 મૃત્યુમાંથી 82.82% દર્દીઓ નવ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 52 દર્દીઓના મૃત્યુ થયાં છે. ઉપરાંત, કેરળમાં 21 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે