નવી દિલ્હીઃ કોરોના વાયરસની વેક્સિન (Corona Vaccine Update) બનાવવા માટે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ખુબ ઝડપથી કામ ચાલી રહ્યું છે. ભારતમાં કોરોના વાયરસની વેક્સિનને લઈને ખુશખબર મળી શકે છે. સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન (Health Minister Dr Harsh Vardhan)એ રાજ્યસભામાં કહ્યું કે, ભારત પણ અન્ય દેશોની જેમ વેક્સિન બનાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. અમને આશા છે કે આગામી વર્ષની શરૂઆતમાં ભારતમાં વેક્સિન ઉપલબ્ધ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, છેલ્લા કેટલાક મહિનાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર કોરોના વિરુદ્ધ જંગ લડી રહી છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશ મળીને કોરોના સામે લડાઈ લડી રહ્યો છે. 7 જાન્યુઆરીએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પાસેથી સૂચના મળી હતી કે ચીનમાં કોરોનાનો કેસ મળ્યો છે. અમે 8 જાન્યુઆરીથી બેઠકો શરૂ કરી દીધી હતી. ઈતિહાસ તે વાતને લઈને પીએમ મોદીને યાદ કરશે કે કઈ રીતે સતત 8 મહિના સુધી તેમણે કોરોનાને લઈને દરેક પગલા પર ધ્યાન રાખ્યું. 


વિશ્વના મુકાબલે ભારતની સ્થિતિ સારી
તેમણે કહ્યું કે, કોરોના પર રાજ્યોની સાથે મળીને કેન્દ્ર સરકારે જે પગલા ભર્યા તેનું કારણે અમારી સ્થિતિ બાકી દુનિયાના મુકાબલે સારી છે. આપણે અમેરિકા સાથે તુલના કરીએ કે બ્રાઝિલ સાથે કરીએ કે કોઈ અન્ય દેશ સાથે આપણી સ્થિતિ ખરેખર અન્ય કરતા સારી છે. જુલાઈ-ઓગસ્ટમાં ભારતમાં 300 મિલિયન કોરોનાના મામલા અને 5-6 મિલિયન મોતની વાત થઈ હતી. 135 કરોડના દેશમાં દરરોજ 11 લાખ ટેસ્ટ થઈ રહ્યાં છે. આપણાથી વધુ કુલ 5 કરોડ ટેસ્ટ અત્યાર સુધી અમેરિકાએ કર્યાં છે. આપણે જલદી અમેરિકાને ટેસ્ટિંગમાં પાછળ છોડી દેશું. 


રાજ્યસભામાં બોલ્યા રક્ષામંત્રી રાજનાથ સિંહ- 'ચીનની કથની અને કરણીમાં ફરક'


કોંગ્રેસે લગાવ્યો બેદરકારીનો આરોપ
તો કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદે લાપરવહીનો આરોપ લગાવતા કહ્યુ કે, સરકારે કોરોના વાયરસ રોકવા માટે જે સ્વર્ણિમ મહિના હતા તે બરબાદ કરી દીધા. ડબ્લ્યૂએચઓએ ડિસેમ્બર 2019મા ચેતવણી આપી હતી. જેમ કે ચીન આપણો પાડોસી દેશ છે, આપણે પહેલા એલર્ટ રહેવાની જરૂર હતી. રાહુલ ગાંધીએ પણ સાવચેત કર્યાં હતા કે, એક મહામારી આપણી ઉપર હાવી થવાની છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube