Corona vaccination: દેશમાં કોરોના રસીકરણ માટે કેવી છે તૈયારીઓ, સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો જવાબ
કોરોના વેક્સિન લગાવવાની તૈયારીને લઈને રાજેશ ભૂષણે કહ્યુ કે, 9000 કોલ્ડ ચેન પોઈન્ટ, 240 વોક-ઇન કૂલર, 70 વોક-ઇન ફ્રીઝર, 45000 આઇસ-લાઇનેટ રેફ્રિઝરેટર, 4100 ડીપ ફ્રી જર્સ અને 300 સોલર રેફ્રિઝરેટરનો ઉપયોગ કરવામાં આવશે. આ બધા સાધનો રાજ્ય સરકાર સુધી પહોંચી ચુક્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની સ્થિતિ અને વેક્સિનના ઈમરજન્સી અપ્રૂવલ અને તેના વિતરણની તૈયારીની તાજા સ્થિતિ વિશે સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ કરી જાણકારી આપી છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, ભારતમાં પ્રતિ 10 લાખ જનસંખ્યા પર કોરોના કેસની સંખ્યા દુનિયામાં સૌથી ઓછી છે. ભારતમાં પ્રતિ મિલિયન જનસંખ્યા પર 7178 કેસ છે, વૈશ્વિક એવરેજ 9000 છે. મંગળવારે પાંચ મહિનામાં સૌથી ઓછા કેસ સામે આવ્યા છે.
કોરોના વેક્સિન લગાવવાની તૈયારીને લઈને રાજેશ ભૂષણે કહ્યુ કે, 9000 કોલ્ડ ચેન પોઈન્ટ, 240 વોક-ઇન કૂલર, 70 વોક-ઇન ફ્રીઝર, 45000 આઇસ-લાઇનેટ રેફ્રિઝરેટર, 4100 ડીપ ફ્રી જર્સ અને 300 સોલર રેફ્રિઝરેટરનો ઉપયોગ કરવામાં આવશે. આ બધા સાધનો રાજ્ય સરકાર સુધી પહોંચી ચુક્યા છે.
સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, રસીકરણ બાદ પ્રતિકૂળ ઘટનાઓ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. જ્યારે આપણે એક સાર્વભૌમિક રસીકરણ કાર્યક્રમ કરીએ છીએ, જે દાયકામાં કરવામાં આવે છે તો રસીકરણ બાદ બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં પ્રતિકૂળ પ્રભાવ જોવા મળે છે.
આ પણ વાંચોઃ સરકાર દૂર કરશે કિસાનોની દરેક શંકા, ભડકાવવાનું કામ કરી રહ્યો છે વિપક્ષઃ PM મોદી
તેમણે કહ્યું કે, તેથી જ્યારે કોરોના રસીકરણ શરૂ થાય છે, તો અમે કોઈ પ્રતિકૂળ ઘટનાની સંભાવનાથી ઇનકાર ન કરી શકીએ. જે દેશોમાં રસીકરણ પહેલાથી શરૂ થઈ ચુક્યું છે, વિશેષ કરીને બ્રિટનમાં પ્રથમ દિવસે પ્રતિકૂળ ઘટનાઓ થઈ છે. તેથી તે જરૂરી છે કે રાજ્ય અને સંઘ રાજ્ય ક્ષેત્ર તે માટે પણ તૈયારી કરે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube