નવી દિલ્હી: કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને ભારતીય સીમાની અંદર ચીન સૌનિકોના કથિત અતિક્રમણને લઇને મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું અને દાવો કર્યો હતો કે હવે આ સરકારની ઉંધી ગણતરી શરૂ થઇ ગઇ છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરી કહ્યું હતું કે, પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસનો દરરોજ વધતા ભાવથી જનતા ત્રાસી ગઇ છે. મોંઘવારી ચરમ સીમા પર પહોંચી ગઇ છે. બચત ઘટી રહી છે. સામાન્ય જનતા હેરાન-પરેશાન છે, દરેક તબક્કામાં નુકસાન છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ‘‘સારા દિવસના સપના દેખાડી, મોદીજીએ જનતાને ઠગી... 7 મહીનાની વાત છે. ઉંધી ગણતરી શરૂ થઇ ગઇ છે.’’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચવા માટે ક્લિક કરો: નીતીશ કુમારે પ્રશાંત કિશોરને આપી મોટી જવાબદારી, બનાવ્યા JDUના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ


56 ઇન્ચનું શું થયું
અરૂણાચલ પ્રદેશમાં ચીની સૈનિકોએ તંબૂ લગાવ્યાના સંબંધી સમાચારોના અહેવાલ મુજબ સુરજેવાલાએ કહ્યું, અરૂણાચલમાં ચીની સેનાએ તબું બાંધ્યા, લદ્દાખમાં હેલીકોપ્ટર ઘૂસ્યૂ. ભાષણવીર મોદી જીએ 2014માં આ ચૂંટણી મુદ્દો બનાવ્યો હતો, વચન આપ્યું હતું કે ‘લાલ આંખ’ દેખાડીશું, અગાઉના સરકારની ટીકા કરી હતી. હેવ મૌન વ્યૂઅર બની 53 મહીનાનો સત્તા પર અધિકાર છે. એક શબ્દ પણ ન નિકળ્યો એક પણ શબ્દો? 56 ઇંચનું શું થયુ?


દેશના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો...