નવી દિલ્હી : જો તમારા બેંક ખાતામાં કોઇની ભુલના કારણે પૈસા આવી ગયા હોય, તો શરીફાઇથી તેને પરત કરી દેવા જોઇએ. નહી તો જેલની હવા ખાવી પડી શકે છે. ભારતીય દંડ સંહિતા એટલે કે આઇપીસીની કલમ 403 અને 120B હેઠ આવું કરવો દંડ છે. એવા જ એક કિસ્સામાં તમિલનાડુના તિરુપુરમાં એક દંપત્તીને ત્રણ વર્ષની જેલની સજા મળી ચુકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્કાર માટે ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા ભારતને મોકલ્યું ગલીબોયનું નામ
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012માં ગુનાસકરણ અને તેમની પત્ની રાધાનાં ખાતામાં 40 લાખ રૂપિયા આવી ગયા હતા, તો તેમણે પૈસા ક્યાંથી આવ્યા તે જાણવાનો પ્રયાસ કર્યો નહોતો. તેમણે આ પૈસાને ખાતામાંથી ઉપાડ્યા અને ખર્ચ કરી નાખ્યો. તેમણે આ પૈસાથી ઘર ખરીદ્યું અને પુત્રીનાં લગ્નમાં ખર્ચ કરી નાખ્યા. જો કે કાયદાના લાંબા હાથ આખરે તેની સુધી પહોંચી ગયા અને તેઓ બચી શક્યા નહોતા. હવે સાત વર્ષ બાદ તેમને ત્રણ વર્ષની જેલની સજા મળી છે. તિરુપુરની નિચલી કોર્ટે બંન્નેને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી.


અહો વૈચિત્રમ! EDએ મની લોન્ડ્રીંગ કેસમાં સંપત્તી તરીકે 7 વાંદરાઓ જપ્ત કર્યા
ખેડૂતોના પ્રતિનિધિ મંડળે કૃષિ ભવનમાં અધિકારીઓ સાથે કરી મુલાકાત, 5 માગણીઓ સ્વીકારાઈ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પૈસા સાંસદ સ્થાનીક એરિયા ડેવલપમેન્ટ સ્કીમ અને ધારાસભ્ય સ્થાનીક એરિયા ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ સિવિલ વર્ક માટે ઇશ્યું કરવામાં આવ્યા હતા. આ પૈસા પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટનાં એક્ઝીક્યુટિવ એન્જિનિયરના ખાતામાં જવાનું હતું, જો કે ભુલથી ગુનાસકરણનાં ખાતામાં જતા રહ્યા. ત્યાર બાદ ગુનાસકરણ ચુપચાપ રહ્યા અને તેની માહિતી કોઇને નથી મળી. તેમણે એ પણ ભાળ મેળવવાનો પ્રયાસ નહોતો કર્યો કે આખતે તેમના ખાતામાં 40 લાખ રૂપિયા કઇ રીતે આવ્યા.


એક શરતને કારણે બન્યું હતું ભારતની ઊંચી પહાડીઓ પર આ મંદિર
8 મહિના બાદ રહસ્ય ખુલ્યું
કોર્ટમાં કેસ દાખલ થયા અનુસાર ગુનાસકરણનું તિરુપુર ખાતેનું કોર્પોરેશ બેંકમાં બચત ખાતું છે. આ બેકમાં પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં એક્ઝિક્યુટીવ એન્જિનિયરને પણ ખાતામાં 40 લાખ રૂપિયા ભુલથી એક્ઝિક્યુટિવ એન્જીનિયરનાં ખાતાના બદલે ગુનાસકરણના ખાતામાં જતા રહ્યા. રસપ્રદ બાબત ચે કે તેની માહિતી પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટને 8 મહિના સુધી ચાલી કે પૈસા કોઇ બીજાના ખાતામાં જતા રહ્યા હતા.