ઓસ્કાર માટે ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ મોકલ્યું ગલીબોયનું નામ

ફિલ્મને આ વર્ષે ફેબ્રુઆરીમાં સમગ્ર દેશમાંવ્યાવસાયિક તરીકે રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં આલિયા ભટ્ટ, વિજયરાજ, કલ્કિ કોચલિન, સિદ્ધાંત ચતુર્વેદી, વિજય વર્મા અને અમૃતુ સુભાષે અભિનય કર્યો છે

Updated By: Sep 21, 2019, 10:21 PM IST
ઓસ્કાર માટે ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ મોકલ્યું ગલીબોયનું નામ

નવી દિલ્હી : અભિનેતા રણવીર સિંહની મુખ્ય ભુમિકાવાળી જોયા અખ્તરની ફિલ્મ ગલી બોયનાં 92માં એકેડેમી એવોર્ડમાં આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ વર્ગની ભારતની અધિકારીક ફિલ્મ તરીકે પસંદગી કરવામાં આવી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ (FFI) શનિવારે તેની જાહેરાત કરી હતી. ફિલ્મને આ વર્ષે ફેબ્રુઆરીમાં સમગ્ર દેશમાં વ્યાવસાયીક રીતે રિલીઝ કરવામાં આવી હતી, જેમાં આલિયા ભટ્ટ, વિજયરાજ, કલ્કિ કોચલિન, સિદ્ધાંત ચતુર્વેદી, વિજય વર્મા અને અમૃતા સુભાષે અભિનય કર્યો છે. 

ખેડૂતોના પ્રતિનિધિ મંડળે કૃષિ ભવનમાં અધિકારીઓ સાથે કરી મુલાકાત, 5 માગણીઓ સ્વીકારાઈ
એફએફઆઇના મહાસચિવ સુપર્ણ સેને મીડિયાને જણાવ્યું કે, ફિલ્મ ગલી બોય આવર્ષે ભારતની અધિકારીક એન્ટ્રી હશે. આ વર્ષે આશરે 27 ફિલ્મો દોડમાં હતી પરંતુ સર્વસમ્મતીથી ગલિબોયની પસંદગી કરવામાં આવી છે. જાણીતા અભિનેત્રી અને ફિલ્મકાર અપર્યા સેન આ વર્ષની પસંદગી સમિતીના અધ્યક્ષ હતા. રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરે ગલી બોયનું નિર્માણ કર્યું જેમાં રણવીરે એક ઉભરતા રેપરની ભુમિકા નિભાવી છે. આ વર્ષે બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર કર્યું હતું.

અહો વૈચિત્રમ! EDએ મની લોન્ડ્રીંગ કેસમાં સંપત્તી તરીકે 7 વાંદરાઓ જપ્ત કર્યા

એક શરતને કારણે બન્યું હતું ભારતની ઊંચી પહાડીઓ પર આ મંદિર
અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલ્મમાં રણવીરે ફિલ્મમાં એક મહત્વકાંક્ષી રેપર મુરાદની ભુમિકા નિભાવી હતી, જે પોતાની ઓળખ બનાવવા માટે તમામ પરેશાનીઓ પર જીત પ્રાપ્ત કરે છે. ફિલ્મમાં આલિયા રણવીરની ગર્લફ્રેંડ અને એક મિડક ક્લાસની વિદ્યાર્થીનીની ભુમિકામાં જોવા મળે છે. જેના જીવનમાં તેના પોતાના સંઘર્ષો છે. ફિલ્મ મુંબઇમાં હિપ હોપ સંસ્કૃતી દર્શાવે છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થતા જ શિવસેનાએ આપ્યું મોટું નિવેદન 
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ગલી બોય દેશમાં આશરે 3350 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી હતી. રણવીર સિંહ આ ફિલ્મમાં સામાન્ય રેપસ્ટાર બનવાની વાત પણ રજુ કરી હતી. આલિયા ભટ્ટની ભુમિકામાં પોતાનું પાત્રના મુદ્દે ચર્ચામાં હતી. તેના અભિનયનાં પણ વખાણ કરવામાં આવ્યા હતા.