નવી દિલ્હી: ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 11 મહિનામાં 1 કરોડને પાર પહોંચી ગઈ છે. 30 જાન્યુઆરીએ પ્રથમ કોરોનાનો કેસ કેરળમાં નોંધાયો હતો. ત્યારે બાદ લોકડાઉનમાં દેશમાં 1 લાખ 98 જાર દર્દીઓ નોંધાયા હતા. પરંતુ અનલોકમાં 725 ટકા કોરોનાના કેસની ઝડપ વધી.30 જાન્યુઆરીએ કેરળમાં પ્રથમ સંક્રમિત વ્યક્તિ મળી હતી. ત્યારથી 324 દિવસમાં આ આંકડો એકથી એક કરોડ સુધી પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં 1.45 લાખથી વધુ લોકો સંક્રમણના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે રાહતની વાત છે કે દેશમાં કોરોનાના દર્દીઓના સ્વસ્થ થવાની ઝડપ પણ ઘણી વધારે છે. અત્યાર સુધીમાં 95.41 ટકા એટલે કે 95 લાખથી વધુ લોકો રિકવર થઈ ચૂક્યા છે.હાલ દેશમાં 3 લાખ 5 હજાર દર્દી સારવાર લઈ રહ્યા છે.17 સપ્ટેમ્બરે દેશમાં 10 લાખ 17 હજાર એક્ટિવ દર્દીઓ હતા.  ત્યાર બાદ એક્ટિવ કેસમાં સતત ઘટાડો નોંધાયો છે.વુહાનથી કેરળમાં પરત આવેલી 20 વર્ષની મહિલા દેશની પ્રથમ સંક્રમિત મહિલા હતી.ત્યાર બાદ એપ્રિલ-મે મહિનામાં દરરોજ 5 હજાર સુધી નવા કેસ નોંધાતા હતા.


જેમાં વધારો થઈ જૂનમાં દરરોજ 20 હજાર સુધી કોરોનાના કેસ નોંધાયા.જ્યારે જુલાઈમાં દરરોજના 20થી 57 હજાર કેસ નોંધાયા.જો કે સૌથી વધુ સપ્ટેમ્બરમાં દરરોજના 97 હજાર કેસ નોંધાતા હતા.જેમાં 17 સપ્ટેમ્બરે દેશમાં કોરોનાની પીક હતી. કુલ કેસમાંથી 11 શહેરોમાં 27 ટકા કોરોનાના દર્દી નોંધાયા છે.


અત્યાર સુધી દેશમાં 16 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 6.25 ટકા લોકો સંક્રમિત મળ્યા છે.તો 11 મહિનામાં ભારતમાં રોજ સરેરાશ 30 હજાર 333 કેસ નોંધાયા.સાથે જ 11 મહિનામાં દેશમાં રોજ સરેરાશ 439 લોકોએ જીવ ગુમાવ્યા છે.જેથી વિશ્વમાં અમેરિકા પછી સૌથી વધુ કોરોનાના કુલ કેસ ભારતમાં જોવા મળ્યા છે.


કોરોના  (Covid-19)ના નવા કેસમાં ઘટાડા સાથે સાથે દેશમાં તેનાથી સાજા થનારનો દર પણ સારો રહ્યો છે. ભારતમાં કોરોનાનો રિકવરી રેટ (Recovery Rate) 95.46% છે. ગત 24 કલાકમાં 29,885 દર્દી કોરોનાથી સાજા થયા છે. તેનાથી દેશમાં કોરોનાથી સાજા થઇ ચૂકેલા દર્દીઓની સંખ્યા 95,50,712 પહોંચી ચૂકી છે. દેશમાં હજુ પણ કોરોનાના 3 લાખ 8 હજાર 751 એક્ટિવ કેસ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube