નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે અનેક હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના અહેવાલ છે. દિલ્હી સરકારના આગ્રહ પર કેન્દ્રએ બુધવારે તાબડતોબ દિલ્હીનો ઓક્સિજન કોટા વધારીને 480 મેટ્રિક ટન કરી નાખ્યો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર ઉપરાંત દિલ્હી હાઈકોર્ટનો પણ આભાર વ્યક્ત કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે 24 કલાક કરીએ છીએ કામ-કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેન્દ્ર સરકાર દરેક રાજ્યના ઓક્સિજન કોટા નક્કી કરે છે અને દિલ્હીને સાતસો ટન ઓક્સિજનની જરૂર છે. કેન્દ્રએ 378 ટનથી વધારીને 480 ટન કરી નાખ્યો. હું કેન્દ્ર સરકાર અને દિલ્હી હાઈકોર્ટનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. છેલ્લા બે-ત્રણ દિવસમાં તેમણે અમારી  ખુબ મદદ કરી છે. જેના કારણે હવે ઓક્સિજન દિલ્હી પહોંચવા લાગ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે લોકડાઉન દરમિયાન અમે સતત કામ કરી રહ્યા છીએ અને 2 દિવસથી મિનિટ ટુ મિનિટ સમીક્ષા કરી રહ્યા છીએ. અમે 24 કલાક કામ કરીએ છીએ અને રાતે સૂતા નથી. 


તેમણે વધુમાં કહ્યું કે જીટીબી હોસ્પટિલમાં આવનારા ઓક્સિજનના ટ્રકને એક રાજ્યમાં અટકાવવામાં આવ્યો. ત્યારે એક કેન્દ્રીય મંત્રી સાથે વાત કરાવી અને પછી ઓક્સિજન દિલ્હી પહોંચી શક્યો. જે કોટા અમને આપવામાં આવ્યો છે તેમાં ઓડિશાથી ઓક્સિજન આવી રહ્યો છે. અમારી કોશિશ છે કે હવાઈ માર્ગથી ઓક્સિજન આવી શકે. 


આ ઉપરાંત તેમણે કહ્યું કે આ ખુબ મોટી આફત છે અને જો આપણે રાજ્યોમાં વહેંચાઈ ગયા તો દેશ બચી શકશે નહીં. આપણે લોકોને બચાવવાના છે તો એક થઈને લડવું પડશે. આપણે પરસ્પર લડવાનું નથી પરંતુ એક થઈને લડવાનું છે. 


Video: Covid-19 પોઝિટિવ આવ્યા બાદ દર્દીએ ક્યારે હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ? ડોક્ટર શું કહે છે ખાસ જાણો


Coronavirus In Maharashtra: આજથી કડક પ્રતિબંધો લાગુ, લગ્ન સમારોહ 25 લોકો સાથે 2 કલાકમાં પૂરો કરવો


Corona: કોંગ્રેસના દિગ્ગજ નેતાનું કોરોનાના કારણે નિધન, સીતારામ યેચુરીના પુત્રનું પણ મોત


Coronavirus: આ રાજ્યમાં કોરોનાને હરાવવા માટે બધા રાજકીય પક્ષો એક થયા, જાણો કોણે શું કહ્યું? 


Video: આ ટચુકડું ગામ હંફાવી રહ્યું છે જીવલેણ કોરોનાને, દેશમાં હાહાકાર પણ ગામમાં એક પણ કેસ નથી નોંધાયો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube