Coronavirus In Maharashtra: આજથી કડક પ્રતિબંધો લાગુ, લગ્ન સમારોહ 25 લોકો સાથે 2 કલાકમાં પૂરો કરવો

કોરોનાની ચેન તોડવા માટે ઉદ્ધવ સરકારે 22 એપ્રિલથી 1 મે સુધી સમગ્ર રાજ્યમાં પ્રતિબંધો કડક કરવાનો આકરો નિર્ણય લીધો છે. જે હેઠળ રાતે 8 વાગ્યાથી લઈને 1 મેના રોજ સવારે 7 વાગ્યા સુધી એકદમ કડકાઈ રહેશે. આ દરમિયાન બીજા જિલ્લામાં એવા લોકો જ જઈ શકશે જેમની પાસે કોઈ જરૂરી કારણ હોય. 

Coronavirus In Maharashtra: આજથી કડક પ્રતિબંધો લાગુ, લગ્ન સમારોહ 25 લોકો સાથે 2 કલાકમાં પૂરો કરવો

મુંબઈ: કોરોના વાયરસ (Coronavirus) નું સંક્રમણ મહારાષ્ટ્ર (Maharashtra) માં કેર વર્તાવી રહ્યું છે. સ્થિતિ એવી છે કે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર તરફથી લાગુ કરાયેલા પ્રતિબંધો છતાં સંક્રમણના કેસમાં જરાય કમી જોવા મળી રહી નથી. આવામાં કોરોનાની ચેન તોડવા માટે ઉદ્ધવ સરકારે 22 એપ્રિલથી 1 મે સુધી સમગ્ર રાજ્યમાં પ્રતિબંધો કડક કરવાનો આકરો નિર્ણય લીધો છે. જે હેઠળ આજે રાતે 8 વાગ્યાથી લઈને 1 મેના રોજ સવારે 7 વાગ્યા સુધી એકદમ કડકાઈ રહેશે. આ દરમિયાન બીજા જિલ્લામાં એવા લોકો જ જઈ શકશે જેમની પાસે કોઈ જરૂરી કારણ હોય. 

મહારાષ્ટ્રમાં 22 એપ્રિલથી એક મે સુધી લાગુ પ્રતિબંધોમાં ઉદ્ધવ સરકારે અનેક પ્રકારના નવા પ્રતિબંધો પણ સામેલ કર્યા છે. આવામાં આવો જાણીએ કે રાજ્યમાં આ દરમિયાન કઈ વસ્તુઓ પર છૂટ રહેશે અને શેના પર કડક પ્રતિબંધ લાગુ રહેશે. 

1. તમામ કેન્દ્ર અને રાજ્ય તથા સ્થાનિક સરકારી ઓફિસો 15 ટકાની ક્ષમતા સાથે ચાલશે. જો મંત્રાલય કે પછી કેન્દ્રીય સરકારી ઓફિસમાં વધુ એટેન્ડેન્સની જરૂર હોય તો તેના માટે મહારાષ્ટ્ર સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સીઈઓ પાસેથી પરમિશન લેવી પડશે. 

2.  લગ્ન સમારોહમાં ફક્ત 25 લોકો જ સામેલ થઈ શકશે. લગ્ન સમારોહ ફક્ત 2 કલાકમાં પતાવવાનો રહેશે. નિયમનો ભંગ કરનારા વિરુદ્ધ 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. 
3.  પ્રાઈવેટ બસો 50 ટકાની ક્ષમતા સાથે ચલાવી શકાશે. આ દરમિયાન કોઈ પણ મુસાફર ઊભા રહીને પ્રવાસ કરી શકશે નહીં. 
4. પ્રાઈવેટ બસો એક જિલ્લામાંથી બીજા જિલ્લા અને એક શહેરમાંથી બીજા શહેરમાં જઈ શકશે નહીં. જરૂરી સર્વિસ સાથે સંકળાયેલા કે કોઈ ઈમરજન્સી માટે જઈ શકાશે. જો કોઈ આ નિયમ ફોલો નહીં કરે અને ભંગ કરતા જણાશે તો તેના પર 10 હજારનો દંડ લાગશે. 
5. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બસ દોડાવવા માટે લોકલ ઓથોરિટીને જાણ કરવી પડશે. જે પણ મુસાફર એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જશે તેને કાયદેસર રીતે 14 દિવસનો ક્વોરન્ટિન સ્ટેમ્પ લગાવવામાં આવશે. જો કે લોકલ ઓથોરિટીને એ અધિકાર આપવામાં આવ્યો છે કે ક્વોરન્ટિન સ્ટેમ્પ લગાવવાનો નિર્ણય તેઓ લઈ શકે. 
6. લોકલટ્રેન,મોનો અને મેટ્રોનો ઉપયોગ સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અને લોકલ ઓથોરિટીના સ્ટાફની સાથે સાથે ડોક્ટર અને જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકો જ કરી શકશે. 
7. લોકલ ટ્રેનનો મેડિકલ ઉપયોગ માટે પણ ઉપયોગ થઈ શકે છે. આ સાથે જ જે વ્યક્તિને મેડિકલ ઈમરજન્સી છે તે વ્યક્તિ સાથે જે પણ હાજર રહેશે તેને પણ મંજૂરી મળશે. 
8. કરિયાણું, શાકભાજી, ફળ ફળાદિ, બેકરી, કન્ફેક્શનરી, ચિકન, મટન, માછલી, ઈંડા સહિત તમામ પ્રકારની ખાદ્ય સામગ્રી, કૃષિ ક્ષેત્ર સંલગ્ન વસ્તુઓની દુકાનો, પાલતુ પશુઓના ભોજન સંબંધિત દુકાનો, વરસાદ સંબંધિત સામાનની દુકાનો સવારે સાતથી 11 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. 
9. આવી દુકાનોથી હોમ ડિલિવરી સવારે સાત વાગ્યાથી રાતે આઠ વાગ્યા સુધી થઈ શકશે. પરંતુ સ્થાનિક પ્રશાસન જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news