નવી દિલ્હીઃ દેશમાં કોરોના દર્દીઓનો આંકડો મંગળવારે 50 લાખને પાર થઈ ગયો છે. અમેરિકા બાદ ભારત બીજો એવો દેશ છે, જ્યાં 50 લાખથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. અહીં દર 10 લાખ લોકોમાં 42 હજાર લોકોની તપાસ થઈ રહી છે અને તેમાંથી 3500 લોકો પોઝિટિવ મળી રહ્યાં છે. સંક્રમણ વધવાની ગતિ જો આ રહી તો ઓક્ટોબર સુધી અમેરિકાને છોડીને વિશ્વમાં સૌથી વધુ દર્દીઓ ભારતમાં હશે. અહીં દરરોજ 90 હજાર લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. આ હિસાબે 31 ઓક્ટોબર સુધી 90 લાખ દર્દી અને સંક્રમણથી મૃત્યુઆંકની સંખ્યા 95 હજાર સુધી પહોંચી શકે છે. ડિસેમ્બર સુધી દર્દીઓની સંખ્યા 1.50 કરોડ અને મૃત્યુઆંક 1.84 લાખથી વધુ હોઈ શકે છે. 


Coronavirus: વિશ્વમાં સૌથી વધુ લોકો ભારતમાં કોરોનાથી રિકવર થયા, સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સિન પર આપી માહિતી   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના 14 રાજ્યોમાં 5 હજારથી એક્ટિવ કેસ
દેશમાં સૌથી વધુ 10.90 લાખ દર્દીઓ મહારાષ્ટ્રમાં છે. તો સૌથી વધુ 2.77 ટકા ડેથ રેટ પણ છે. તો રિકવરી રેટના  મામલામાં ટોપ-7 સૌથી વધુ સંક્રમિત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તમિલનાડુ આગળ છે. અહીં 89.24 ટકા દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. દેશના 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યો એવા છે જ્યાં 5 હજારથી ઓછા એક્ટિવ કેસ છે. તેમાં પુડુચેરી, હિમાચલ પ્રદેશ અને ગોવા જેવા રાજ્યો સામેલ છે. 
 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube