ભુવનેશ્વર : આઇઆઇટી - ભુવનેશ્વર (IIT Bhubneshwar) અને એમ્સ (AIIMS) નાં સંશોધકો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા એક અભ્યાસ પરથી માહિતી મળી છે કે, મોનસુન અને ઠંડા તાપમાનનાં કારણે કોવિડ 19 (Covid 19) સંક્રમણના કિસ્સા વધી શકે છે. આઇઆઇટી-ભુવનેશ્વરમાં સ્કુલ ઓફ અર્થ, ઓસિયન એન્ડ ક્લાઇમેટ સાયન્સનાં સહાયક પ્રોફેસર વી વિનોજનાં નેતૃત્વમાં કરવામાં આવેલા અભ્યાસ અનુસાર વરસાદ, તાપમાનમાં ઘટાડો અને ઠંડીનું વાતાવરણ કોવિડ 19 સંક્રમણના પ્રસાર માટે અનુકુળ હોઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિન પાયલોટ અંગે ભાવુક થયા દિગ્વિજય, તે મારા પુત્ર જેવો પરંતુ મારો ફોન ન ઉપાડ્યો

ભારતમાં કોવિડ 19નાં પ્રસારની તાપમાન અને સાપેક્ષિક ભેજ પર નિર્ભરતા શીર્ષક રિપોર્ટમાં એપ્રીલ અને જુન વચ્ચે 28 રાજ્યોમાં કોરોના વાયરસના પ્રકોપ અને સંક્રમણના કિસ્સામાં સંખ્યાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. વિનોજે કહ્યું કે, અભ્યાસમાં સામે આવ્યું કે, તાપમાનમાં વધારાના કારણે વાયરસનાં પ્રસારમાં ઘટાડો આવી શકે છે. 


કોરોનાની રસી તૈયાર કરવા માટે દેશની 7 કંપનીઓ કરી રહી છે દિવસરાત મહેનત, જાણો અપડેટ

અભ્યાસમાં સામે આવ્યું કે, તાપમાનમાં એક ડિગ્રીનો વધારાના કારણે કોરોનાના કેસમાં 0.99 ટકાનો ઘટાડો થાય છે અને કેસ બમણા થવાના સમયમાં પણ 1.12 દિવસ સુધી વધી જાય છે. અભ્યાસમાં તે પણ સામે આવ્યું કે, સાપેક્ષ આદ્રતા (ભેજ) માં વધારો થવાના કારણે કોરોના વાયરસનાં કેસમાં વધારાનો દર ઘટી જાય છે. અને કેસ બમણા થવાનો સમયમાં 1.18 દિવસ સુધી વધારી જાય છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube