કોરોનાની રસી તૈયાર કરવા માટે દેશની 7 કંપનીઓ કરી રહી છે દિવસરાત મહેનત, જાણો અપડેટ
Trending Photos
નવી દિલ્હી : હાલ ઓછામાં ઓછા સાત ભારતીય દવા કંપનીઓ કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણની રસી તૈયાર કરવાના પ્રયાસો કરી રહી છે. વૈશ્વિક સ્તર પર આ જીવલેણ મહામારીના પ્રસારને અટકાવવા માટે રસી બનાવવાનાં પ્રયાસો ચાલી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં અત્યાર સુધી 1.4 કરોડ લોકો આ વાયરસનો ભોગ બની ચુક્યા છે. અત્યાર સુધી આ મહામારી વૈશ્વિક સ્તર પર 6 લાખથી વધારે લોકોનાં જીવ લઇ ચુકી છે.
સ્થાનિક ફાર્મા કંપનીઓની વાત કરીએ તો ભારત બાયોટેક, સીરમ ઇંસ્ટીટ્યુટ, ઝાયડસ કેડિલા, પૈનેશિયા બાયોટેક, ઇન્ડિયન ઇમ્યૂનોલોજિક્સ, માયનવૈક્સ અને બાયોલોજિકલ ઇ કોવિડ 19 ની રસી તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે હજી સુધી કોઇ રસી કે વૈક્સીન બનાવવા માટે અનેક વર્ષો સુધી પરીક્ષણ કર્યા બાદ તેનાં ઉત્પાદન માટે બીજા વધારે સમયની જરૂર હોય છે. પરંતુ આ મહામારીના કારણે વૈજ્ઞાનિકો થોડા મહિનામાં આ રસી બનાવવાની આશા કરી રહ્યા છે.
ભારત બાયોટેકને વૈક્સીન કેડિંડેટ કોવૈક્સીનનાં પહેલા અને બીજા તબક્કાનાં ક્લિનિકલ ટ્રાયલની પરવાનગી મળી છે. તેનું નિર્માણ કંપનીના હૈદરાબાદ કારખાનામાં કરવામાં આવશે. કંપનીએ ગત્ત અઠવાડીયે માનવ ક્લિનિકલ ટ્રાયલ ચાલુ કર્યું છે.
ક્લિનિકલ પરીક્ષણ 7 મહિનામાં પુરુ થવાની આશા
એક અન્ય કંપની સીરમ ઇ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને આશા છે કે, તેઓ આ વર્ષના અંત સુધીમાં કોવિડ 19ની રસી તૈયાર કરી લેશે. સીરમ ઇન્સટિટ્યુટના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અદર પુનાવાલાએ કહ્યું કે, હાલ અમે એસ્ટ્રજેનેકા ઓક્ફોર્ડ વૈક્સીન પર કામ કરી રહ્યા છે, જેનું ત્રીજા તબક્કાનું ક્લિનીકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. અમે ઓગષ્ટ 2020માં ભારતમાં માનવ પરીક્ષણ ચાલુ કરીશું. અત્યાર સુધી ક્લિનિકલ ટ્રાયલ અંગે માહિતી મળી રહી છે તેના આધારે અમને આશા છે કે, એસ્ટ્રાજેનેકા ઓક્સફોર્ડ વૈક્સીન આ વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ થઇ જશે.
બીજી તરફ ફાર્મા ક્ષેત્રની અન્ય એક કંપની ઝાયડસ કેડિલાએ કહ્યું કે, તેઓ કોવિડ 29નાં વૈક્સીન કૈંડિડેટ ઝાઇકોવ-ડીનું ક્લિનિકલ પરીક્ષણ 7 મહિનામાં પુર્ણ કરવાની આશા કરી રહ્યા છે. ઝાયડસનાં ચેરમેન પંકજ આર પટેલે જણાવ્યું કે, અભ્યાસનાં પરિણામો બાદ જો ડેટા ઉત્સાહવર્ધ રહેશે અને પરીક્ષણ દરમિયાન રસી પ્રભાવી સાબિત થશે તો પરીક્ષણ પુર્ણ કર્યા બાદ વૈક્સીન ઉપલબ્ધ થવામાં 7 મહિના લાગી જશે.
હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે ગત્ત અઠવાડીયે રોહતક પરા્ત્રાતક ચિકિત્સા વિજ્ઞાન સંસ્થામાં પોતાની રી કોવૈક્સીનનું માનવ પરીક્ષણ ચાલુ કરી દીધું છે. ભારતીય ઔષધી નિયામક ને કંપનીનાં સાર્સ કોવ-2 વૈક્સીનનાં પહેલા અને બીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ ચાલુ કરી દીધું છે. આઇસીએમઆર અને રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાન (એનઆઇવી)ની સાથે સહયોગથી વિકસિત કર્યું છે. પૈનેકિયા બાયોટેકે જુનમાં કહ્યું હતું કે, તેઓ કોવિડ 19ની રસી વિકસિત કરવા માટે અમેરિકા રેફૈનાની સાથે મળીને આયરલેન્ડમાં સંયુક્ત ઉદ્યમ લગાવી રહ્યા છે.
રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB) ની અનુષાંગી ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ્સે ભારતમાં વાયરસની રસી વિકસિત કરવા માટે ઓસ્ટ્રેલિયાનાં ગ્રિફિત યુનિવર્સિટી સાથે કરાર કર્યા છે. તે ઉપરાંત માયન વૈક્સ અને બાયોલોજિકલ ઇ પણ કોવિડ 19ની રસી તૈયાર કરવાનું કામ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે