મુંબઈઃ મહારહાષ્ટ્રના ઘણા જિલ્લામાં કોવિડ-19 વેક્સિન (Corona vaccine) નો સ્ટોક એક કે બે દિવસમાં સમાપ્ત થઈ જશે. રાજ્યના એક વરિષ્ઠ સ્વાસ્થ્ય અધિકારીએ તેની જાણકારી આપતા બુધવારે કહ્યું કે આ જિલ્લામાં કોરોના વેક્સિનનો સ્ટોક પૂરો થઈ જશે. પરંતુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આ દાવાને નકારતા કહ્યું કે, તમામ રાજ્યોને તેની જરૂરીયાત પ્રમાણે પૂરતી વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેક જિલ્લામાં પૂરો થઈ જશે સ્ટોક
મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે રાજ્યમાં કોરોના વેક્સિનનો માત્ર બે-ત્રણ દિવસનો સ્ટોક વધ્યો છે. સ્વાસ્થ્ય વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી પ્રદીપ વ્યાસે કહ્યુ કે, બુધવારે સવરે 7 એપ્રિલે રાજ્યની પાસે 14 લાખ વેક્સિનના ડોઝ છે. પરંતુ આવતીકાલ કે પરમ દિવસ સુધી અનેક જિલ્લામાં સ્ટોક પૂરો થઈ જશે. કેન્દ્રને તેની જાણકારી છે અને લેખિતમાં આ જણાવી ચુક્યા છીએ. આ સાથે પ્રદીપ વ્યાસે કહ્યુ કે, મહારાષ્ટ્ર સરળતાથી દરરોજ 5 લાખ વેક્સિન ડોઝ લોકોને આપી શકે છે પરંતુ તે માટે જરૂરી છે કે શેડ્યૂલ અને ઉપલબ્ધતા સ્પષ્ટ થાય. 


આ પણ વાંચોઃ કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા, છેલ્લા 24 કલાકમાં 1.15 લાખ નવા કેસ, મૃત્યુનો આંકડો પણ ચિંતાજનક 


વેક્સિનની ડિલિવરીની ગતિ ધીમી
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે, અમારી પાસે 14 લાખ વેક્સિનના ડોઝ છે. અમે દરેક સપ્તાહના હિસાબે વધુ 40 લાખ વેક્સિનના ડોઝ માંગ્યા છે. હું તે કહી રહ્યો નથી કે વેક્સિન આપવામાં આવી રહી નથી, પરંતુ વેક્સિનની ડિલિવરીની ગતિ ધીમી રહી છે. સ્વાસ્થ્ય મંત્રીનું કહેવું છે કે વેક્સિનની કમી થવાથી ઘણા લોકોને વેક્સિન સેન્ટર પરથી પરત  મોકલવા પડી રહ્યાં છે. 


આ સાથે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, કોઈપણે મહામારીના આ સમયમાં રાજનીતિ ન કરવી જોઈએ. મુખ્યમંત્રીએ આ અપીલ કરી હતી અને પૂર્વ સીએમ ફડણવીસે પણ તેનું સમર્થન કર્યુ છે. પ્રતિબંધોને લઈને લોકોને ઉશ્કેરવા જોઈએ નહીં કે તે તેનો વિરોધ કરો. જો કોઈ ઢિલાઈની જરૂર હશી તો સરકાર તેના પર વિચાર કરશે. 


ડો. હર્ષવર્ધને કહી  આ વાત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને મહારાષ્ટ્રના મંત્રીનો દાવો નકારતા કહ્યુ કે, બધા રાજ્યોને તેની જરૂરીયાત પ્રમાણે વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ટ


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube