નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના મોર્ચા પર લાંબા સમય બાદ એક નહીં ઘણા સારા સમાચાર આવી રહ્યાં છે. પરંતુ કોરોનાનો ખતરો હજુ પણ યથાવત છે. રાહતની વાત છે કે દેશમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. દેશમાં પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમણના  88,600 નવા કેસ સામે આવ્યા. દેશમાં સંક્રમણના કુલ કેસ 60 લાખની નજીક પહોંચી ગયા છે. દેશમાં અત્યાર સુધી 49 લાખ લોકો સંક્રમણથી મુક્ત થઈ ગયા છે અને આ રીતે રિકવરી રેટ 82.46 ટકા થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં કોવિડ-19ના મામલાની સંખ્યા 7 ઓગસ્ટે 20 લાખ પાર, 23 ઓગસ્ટે 30 લાખ પાર, 5 સપ્ટેમ્બરે 40 લાખ પાર અને 16 સપ્ટેમ્બરે 50 લાખને પાર પહોંચી ગઈ હતી. દેશમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. સરકારના પ્રયાસોની અસર દેખાવા લાગી છે. 


તારીખ           કેસ
17 સપ્ટેમ્બર 97894
18 સપ્ટેમ્બર 96424
20 સપ્ટેમ્બર 92605
27 સપ્ટેમ્બર 88600


છેલ્લા ઘણા સપ્તાહમાં સતત ટેસ્ટ વધારવાથી વધુ લોકોની ઓળખ થઈ અને વધુ કેસ આવ્યા બાદ હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતે કોરોનાના સમયમાં વિશ્વની મદદ કરી છે. છેલ્લા કેટલાક સપ્તાહનો ટ્રેન્ડ જુઓ તો ભારતમાં સતત રિકવરી રેટમાં સુધાર જોવા મળી રહ્યો છે. 


તારીખ           રિકવરી રેટ
22 સપ્ટેમ્બર   80.86%
23 સપ્ટેમ્બર   81.25%
24 સપ્ટેમ્બર   81.55%
25 સપ્ટેમ્બર   81.74%
26 સપ્ટેમ્બર   82.14%
27 સપ્ટેમ્બર   82.46%


દેશમાં કુલ કેસ 60 લાખ નજીક પહોંચ્યા, 49 લાખ લોકોએ કોરોનાને આપી માત


કોરોનાના મોર્ચા પર સારા સમાચાર શું છે
વિશ્વમાં સૌથી વધુ લોકો ભારતમાં સાજા થયા છે. સતત છઠ્ઠા દિવસે નવા કેસ કરતા વધુ દર્દીઓ સાજા થયા છે. રિકવરી રેટ વધીને 82 ટકા ઉપર થઈ ગયો છે. વધુ સંક્રમિત રાજ્યોમાં કેસ ઘટવા લાગ્યા છે. કુલ ટેસ્ટ 7 કરોડથી વધુ થયા છે. દરરોજ 5 લાખ PPE કિટનું નિર્માણ થઈ રહ્યું છે. હાલ 1823 કોરોના ટેસ્ટિંગ લેબોરેટરી છે. એટલે કે કોરોનાના મોર્ચા પર લાંબા સમય બાદ સારા સમાચાર આવ્યા છે. વેક્સિન પર કામ ચાલી રહ્યું છે અને આગામી વર્ષની શરૂઆતમાં આવવાની સંભાવના છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube