COVID-19 New Strain: કોરોનાના નવા સ્વરૂપની ભારતમાં એન્ટ્રી? આ રાજ્યમાં મળ્યો શંકાસ્પદ દર્દી
બ્રિટનમાં મળી આવેલા કોરોનાના નવા પ્રકારથી ભારત સહિત આખી દુનિયામાં ડરનો માહોલ છે.
નવી દિલ્હી: બ્રિટનમાં (Britain) કોરોના વાયરસનો નવો સ્ટ્રેન (COVID-19 New Strain) હાહાકાર મચાવી રહ્યો છે. આખી દુનિયા કોરોના (Corona) ના આ નવા પ્રકારથી દહેશતમાં છે. અનેક દેશોએ બ્રિટનથી આવનારી ફ્લાઈટ્સ પર રોક લગાવી છે. આ બાજુ ભારતમાં પણ વાયરસના આ નવા પ્રકારથી ડરનો માહોલ છે. આ બધા વચ્ચે એવા રિપોર્ટ્સ છે કે ભારતમાં કોરોના વયારસના નવા સ્ટ્રેનનો એક શંકાસ્પદ દર્દી મળી આવ્યો છે. બ્રિટનથી નાગપુર પાછો ફરેલો આ 28 વર્ષનો વ્યક્તિ 15 ડિસેમ્બરના રોજ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યો છે. કહેવાય છે કે તે નવા સ્ટ્રેનવાળા કોરોનાથી સંક્રમિત હોવાની આશંકા છે. નાગપુરની સરકારી મેડિકલ કોલેજના પ્રશાસને ગુરુવારે આ અંગે જાણકારી આપી.
Shocking! Corona ની સાઈડ ઈફેક્ટનો કેસ, સાજી થઈ ગયેલી મહિલાના આખા શરીરમાં પસ જામી ગયું
સરકારી મેડિકલ કોલેજ નાગપુરના અધિક્ષક ડો.અવિનાશ ગવાંડેના જણાવ્યાં મુજબ 29 નવેમ્બરના રોજ બ્રિટનથી નાગપુર પાછા ફરેલા એક શંકાસ્પદ દર્દીનો એરપોર્ટ ઉપર જ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. પરંતુ તે સમયે તે કોરોનાથી સંક્રમિત નહતો. પરંતુ તેના સાત દિવસ બાદ તેના કોરોનાથી સંક્રમિત થવાના લક્ષણ ધ્યાનમાં આવવા લાગ્યા, તેની સૂંઘવાની શક્તિ ખતમ થઈ હોવાનું જણાવ્યું. અને તેનો ફરીથી નંદનવન પબ્લિક હેલ્થ ક્લિનિક (PHC)માં ટેસ્ટ કરાવામાં આવ્યો અને તેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ 15મી ડિસેમ્બરે આવ્યો.યુવક ઉપરાંત તેના પરિજનો પણ કોરોના સંક્રમિત મળી આવ્યા છે.
કોરોનાના રસીકરણ અભિયાનમાં આવી શકે છે મોટી અડચણ, જાણો આ નવા વિવાદ 'Pork Gelatin' વિશે
ડોક્ટરે વધુમાં જણાવ્યું કે આ પરિવારની ટ્રાવેલ હિસ્ટ્રી જોતા તેઓ મહારાષ્ટ્રના ગોંદિયા ગયા હતા. નવા કોરોના વાયરસના શંકાસ્પદ યુવકને 22 ડિસેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેના 2 બ્લડ સેમ્પલ લેવાયા છે. એક સેમ્પલ RT-PCR test માટે અને બીજુ સેમ્પલ વધારાની તપાસ માટે પુણે મોકલાયું છે.
કોરોનાને માત આપ્યા બાદ આટલા સમય સુધી રહે છે શરીરમાં Antibody, વાયરસ સામે આપે છે રક્ષણ
આ બાજુ નાગપુરના મ્યુનિસિપલ કમિશનર રાધાક્રિશ્નન બી એ કહ્યું કે હજુ એ નક્કી થયું નથી કે આ દર્દીમાં કોરોનાનું નવું સ્વરૂપ છે કે નહીં. રિપોર્ટ્સ હજુ આવ્યા નથી. તેમણે કહ્યું કે 28 વર્ષનો આ યુવક કોવિડ પોઝિટિવ છે. તેની યુકેની ટ્રાવેલ હિસ્ટ્રી છે. યુવકને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ નાગપુરના અલગ વોર્ડમાં દાખલ કરાયો છે. તેના સ્વાબ સેમ્પલ વધુ તપાસ માટે પુણે મોકલવામાં આવ્યા છે. પુણેથી રિપોર્ટ મળ્યા બાદ જ કહી શકાશે કે યુવકમાં કોરોનાનો નવો પ્રકાર છે કે જૂનો સ્ટ્રેન.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube