હૈદરાબાદ: કોરોનાના સંક્ટ હજી પણ યથાવત છે, પરંતુ તેમ છતાં સંક્રમિતોના મૃતદેહ સાથે અણઘડ અને અંતિમ સંસ્કારના નિયમોનું ઉલ્લંઘન થવાની ઘટના સામે આવી રહી છે. તાજેતરમાં એક કોરોના સંક્રમિતનો મૃતદેહ આંધ્ર પ્રદેશમાં જેસીબીથી લઈ જવાયો હતો. ત્યારે આવી જ હેરાન કરનારી તસવીર તેલંગાણાથી સામે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કોરોનાની સામે ભારતની લડાઈ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ: અમિત શાહ


વાયરલ થઇ રહી છે તસવીર
તેલંગાણાના નિઝામાબાદ શહેરમાં એક કોરોના સંક્રમિતનો મૃતદેહ રીક્ષામાં કબ્રસ્તાન લઇ જવાયો હતો. હવે તેની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જ્યાં એક બાજુ લોકોએ આ જાહેર ઉલ્લંઘન ગણાવ્યું છે ત્યારે આ ઘટના બાદ તપાસના આદેશ તંત્રએ આપ્યા છે.


આ પણ વાંચો:- 'શું ઘોડા તબેલામાંથી છૂટી જશે પછી જ આપણે જાગીશું?', કોંગ્રેસ નેતાની ટ્વિટથી ખળભળાટ


સુરક્ષા ઉપાય પણ કરવામાં આવ્યા નહીં
હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું કે, મૃતકના કોઇ સંબંધી તરફથી આ મૃતદેહને રીક્ષામાં લઇ જવાયો છે. તેમણે કહ્યું કે, એમ્બ્યુલન્સમાં વિલંબ થશે અને જાતે મૃતદેહ લઈ ગયા. પરિવારે એમ્બ્યુલન્સની રાહ જોઇ નહીં. ઓટોની વચ્ચે મૃતદેહ જે રીતે મુકી લઇ જવામાં આવ્યો તે ખતરનાક છે.


UP: વિકાસ દુબે પછી હવે મુખ્તાર અન્સારી ગેંગનો વારો, 5ની ધરપકડ, અનેકની સંપત્તિઓ જપ્ત


રીક્ષામાં મૃતદેહ આ પ્રકારે મુક્યો હતો કે, બંને સાઈડથી બહાર નીકળી રહ્યો છે. રીક્ષા ચાલકે માસ્ક તો લગાવ્યું હતું પરંતુ પીપીઇ કિટ પહેરી ન હતી. જ્યારે આવી સ્થિતિમાં પીપીઇ કિટ પહેરવી અનિવાર્ય છે.


આ પણ વાંચો:- ઉત્તર પ્રદેશમાં કોરોનાને હંફાવવા માટે લોકડાઉનનો નવા પ્રકારનો ફોર્મ્યુલા


તપાસના આદેશ આપ્યા
હોસ્પિટલ પ્રબંધને કહ્યું કે, હોસ્પિટલમાં માત્ર એક એમ્બ્યુલન્સ છે. કહેવામાં આવ્યું કે હોસ્પિટલમાં એક સાથે ત્રણ દર્દીઓના મોત થયા હતા એવામાં એક મૃતદેહને રીક્ષામાં મોકલવો પડ્યો. ત્યારે આ મામલો સામે આવ્યા બાદ હવે જિલ્લા કલેક્ટર સી નારાયણ રેડ્ડીએ કહ્યું કે તેમણે આ ઘટનાના તપાસના આદેસ આપ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube