'શું ઘોડા તબેલામાંથી છૂટી જશે પછી જ આપણે જાગીશું?', કોંગ્રેસ નેતાની ટ્વિટથી ખળભળાટ

રાજસ્થાન (Rajasthan) ની અશોક ગેહલોત સરકાર પર સંકટના વાદળો છવાઈ ગયા છે. જે રીતે પાર્ટીના દિગ્ગજ નેતા અને ડેપ્યુટી સીએમ સચિન પાઈલટ પોતાના સમર્થક વિધાયકો સાથે દિલ્હી ભેગા થયા છે તે જોતા લાગે છે કે રાજસ્થાનની કોંગ્રેસ સરકારમાં બધુ ઠીકઠાક નથી. મધ્ય પ્રદેશ બાદ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ પર હવે પાર્ટીના દિગ્ગજ નેતા પણ ચિંતત જોવા મળી રહ્યાં છે. એ વાતનો ક્યાસ તો હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલના એક ટ્વીટથી પણ લગાવી શકાય.

Updated By: Jul 12, 2020, 03:24 PM IST
'શું ઘોડા તબેલામાંથી છૂટી જશે પછી જ આપણે જાગીશું?', કોંગ્રેસ નેતાની ટ્વિટથી ખળભળાટ
ફાઈલ ફોટો

નવી દિલ્હી: રાજસ્થાન (Rajasthan) ની અશોક ગેહલોત સરકાર પર સંકટના વાદળો છવાઈ ગયા છે. જે રીતે પાર્ટીના દિગ્ગજ નેતા અને ડેપ્યુટી સીએમ સચિન પાઈલટ પોતાના સમર્થક વિધાયકો સાથે દિલ્હી ભેગા થયા છે તે જોતા લાગે છે કે રાજસ્થાનની કોંગ્રેસ સરકારમાં બધુ ઠીકઠાક નથી. મધ્ય પ્રદેશ બાદ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ પર હવે પાર્ટીના દિગ્ગજ નેતા પણ ચિંતત જોવા મળી રહ્યાં છે. એ વાતનો ક્યાસ તો હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલના એક ટ્વીટથી પણ લગાવી શકાય.

કપિલ સિબ્બલની મોટી વાત
કપિલ સિબ્બલે ટ્વિટ કરીને કહ્યું કે અમારી પાર્ટી માટે ચિંતિત છું, શું ઘોડા તબેલામાંથી છૂટી ગયા પછી જ આપણે જાગીશું? સિબ્બલે આ ટ્વિટમાં સીધી રીતે તો રાજસ્થાનનો ઉલ્લેખ નથી કર્યો પરંતુ જે રીતે તેમણે પોતાની વાત રજુ કરી છે તેનાથી સ્પષ્ટપણે જાણવા મળે છે કે તેમનો ઈશારો રાજસ્થાન તરફ છે. હકીકતમાં રાજસ્થાનમાં જે રીતે સીએમ અશોક ગેહલોત અને ડેપ્યુટી સીએમ સચિન પાઈલટ વચ્ચે તણખા ઝરી રહ્યાં છેએવામાં કોંગ્રેસ હાઈકમાન્ડની ચૂપ્પી જોઈને ક્યાંકને ક્યાંક કપિલ સિબ્બલે આ ટ્વિટ દ્વારા સવાલ ઉઠાવ્યાં હોય તેવું લાગે છે. 

શું ઘોડા તબેલામાંથી છૂટી ગયા બાદ જ આપણે જાગીશું?
કપિલ સિબ્બલે આ ટ્વિટ દ્વારા પાર્ટી નેતૃત્વને જેમ બને તેમ જલદી પગલાં લેવા તરફ ઈશારો પણ કર્યો છે. હાલ રાજસ્થાનના રાજકારણના નવા સમાચાર એ છે કે સચિન પાઈલટ અને નારાજ વિધાયક દિલ્હીમાં સોનિયા ગાંધીને મળવાની કવાયતમાં લાગ્યા છે. પાઈલટે પાર્ટીના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની પણ મુલાકાત કરી છે. 

સચિન પાઈલટ અને અશોક ગેહલોત આમને સામને!
શનિવારે રાતે થયેલી મુલાકાતમાં પાઈલટે સીએમ ગહેલોત પર આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી તેમને હાંસિયામાં ધકેલવાની કોશિશ કરતા હતાં. જેને લઈને પટેલે તેમને વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ તેમની સાથે કોઈ પણ પ્રકારે અન્યાય થવા દેશે નહીં. બીજી બાજુ મુખ્યમંત્રી અશોક ગેહલોત સતત કોંગ્રેસ હાઈકમાન્ડને વિશ્વાસ અપાવવાની કોશિશ કરી રહ્યાં છે કે બધુ ઠીક છે. આથી ગેહલોત કોંગ્રેસ અને અપક્ષ ધારાસભ્યો પાસે તેમના નેતૃત્વના સમર્થનમાં પત્ર પણ લખાવી રહ્યાં છે. 

SOGએ પાઠવી નોટિસ
રાજસ્થાનમાં બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ને લઈને પણ મોટા સમાચાર આવ્યાં છે. જે મુજબ એસઓજીએ ડેપ્યુટી સીએમ સચિન પાઈલટને નોટિસ પાઠવતા તેઓ નારાજ થયા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube