ઉત્તર પ્રદેશમાં કોરોનાને હંફાવવા માટે લોકડાઉનનો નવા પ્રકારનો ફોર્મ્યુલા

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં કોરોના  (Corona Virus) સંક્રમણના વધતા પ્રસારને રોકવા માટે યોગી આદિત્યનાથ (Yogi Adityanath)  સરકારે એક મોટો નિર્ણય લીધો છે. યુપીમાં હવે કામકાજના દિવસોને 5 દિવસના કરી નાખ્યા છે. અઠવાડિયાના બે દિવસ સમગ્ર પ્રદેશમાં લોકડાઉન લાગુ રહેશે. યોગી સરકારના આ નિર્ણય મુજબ યુપીમાં કાર્યાલય અને બજારો સોમવારથી લઈને શુક્રવાર સુધી ખુલ્લા રહેશે. 
ઉત્તર પ્રદેશમાં કોરોનાને હંફાવવા માટે લોકડાઉનનો નવા પ્રકારનો ફોર્મ્યુલા

લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં કોરોના  (Corona Virus) સંક્રમણના વધતા પ્રસારને રોકવા માટે યોગી આદિત્યનાથ (Yogi Adityanath)  સરકારે એક મોટો નિર્ણય લીધો છે. યુપીમાં હવે કામકાજના દિવસોને 5 દિવસના કરી નાખ્યા છે. અઠવાડિયાના બે દિવસ સમગ્ર પ્રદેશમાં લોકડાઉન લાગુ રહેશે. યોગી સરકારના આ નિર્ણય મુજબ યુપીમાં કાર્યાલય અને બજારો સોમવારથી લઈને શુક્રવાર સુધી ખુલ્લા રહેશે. 

શનિવાર અને રવિવારે પ્રદેશમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ રહેશે. એટલે કે દર અઠવાડિયાના શરૂઆતના પાંચ દિવસ બજાર અને કાર્યાલય ખુલ્લા રહેશે. સપ્તાહના છેલ્લા બે દિવસ બધુ જ બંધ રહેશે. કોઈ બજાર કે ઓફિસ ખોલવાની મંજૂરી નહીં અપાય. આ આદેશ સરકારી ઓફિસોની સાથે સાથે ખાનગી ઓફિસો અને સંસ્થાઓ માટે પણ લાગુ રહેશે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે યુપીમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં રોજેરોજ કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખતા યોગી સરકારે પ્રદેશમાં 3 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે. જે ગત 10 જુલાઈથી રાતના 10 વાગ્યાથી શરૂ થઈને 13 જુલાઈ સુધી સવારે 5 વાગ્યા સુધી લાગુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news