નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે સુપ્રીમ કોર્ટે બુધવારે મોટો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આદેશ આપ્યો કે માન્યતા પ્રાપ્ત સરકારી કે ખાનગી લેબમાં કોરોના વાયરસની તપાસ ફ્રીમાં થશે. તે માટે કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે, તે માન્યતા પ્રાપ્ત  તમામ લેબોને ફ્રીમાં કોરોના તપાસ કરવાનો આદેશ આપે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટે સાથે તે પણ કહ્યું કે, કોરોના વાયરસની તપાસ માત્ર તે લેબ કરે જે NABL એટલે કે  National Accreditation Board for Testing and Calibration Laboratoriesથી માન્યતા પ્રાપ્ત લેબો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કે ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) પાસેથી મંજૂરી પ્રાપ્ત કોઈ એજન્સી દ્વારા થવા જોઈએ. 


મારૂ સન્માન કરવાની જગ્યાએ લૉકડાઉનમાં એક ગરીબ પરિવારની જવાબદારી ઉઠાવોઃ પીએમ મોદી  


વકીલ શશાંક દેવ સુધી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ખાનગી સંસ્થાઓ દ્વારા કોરોના પરીક્ષણ માટે વધુમાં વધુ 4500 રૂપિયા નક્કી કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ની સલાહને પડકારવામાં આવી હતી. અરજીમાં તે પણ નિર્દેશ આપવાની માગ કરવામાં આવી હતી કે તેવી તમામ પરીક્ષણ માન્યતા પ્રાપ્ત પેથોલોજીકલ પ્રયોગશાળાઓ દ્વારા કરવામાં આવે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર